‘યે હૈ મોહબ્બતેં હૈં’થી દરેક ઘરમાં ફેમસ થયેલી ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. અભિનેત્રીની પીઆર ટીમના જણાવ્યા અનુસાર, એકટ્રેસ  દિવ્યાંકા ત્રિપાઠીને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમા અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દિવ્યાંકાના અકસ્માત બાદ તેના પતિ અને અભિનેતા વિવેક દહિયાએ પણ તેના તમામ પ્રોગ્રામ કેન્સલ કરી દીધા છે.

દિવ્યાંકા ત્રિપાઠીની પીઆર ટીમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં માહિતી આપતા તેણે કહ્યું કે, ‘દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત થયો છે. આ કારણોસર તેના પતિ વિવેક દહિયાએ પણ તેનું લાઈવ સેશન કેન્સલ કરી દીધું છે.’

પોસ્ટમાં લખ્યું છે કે – ‘અમને જણાવતા દુઃખ થાય છે કે વિવેકનું આવતીકાલનું લાઈવ સેશન રદ કરવામાં આવ્યું છે. થોડા કલાકો પહેલા જ દિવ્યાંકાનો અકસ્માત થયો હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. વિવેક તેની સાથે છે. તમારા સમર્થન બદલ અમે તમારો આભાર માનીએ છીએ. વિવેક જલ્દી તમારી સાથે જોડાશે.’

વિવેક દહિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દિવ્યાંકાના એક્સ-રે શેર કર્યા છે. પોસ્ટમા લખ્યું છે કે, – ‘દિવ્યાંકાના હાથના બે હાડકા તૂટી ગયા છે. તેણે સર્જરી કરાવી છે.’

નોંધનીય છે કે, દિવ્યાંકા ત્રિપાઠીએ થોડા સમય પહેલા જ અંડરવેંટ સર્જરી કરાવી છે. દિવ્યાંકાએ એક પોસ્ટ શેર કરીને તેના ફેન્સને આ વિશે જાણકારી આપી હતી. મારી સર્જરી થઇ ત્યારથી લઇને રિકવરી સુધી મે મારા રૂટીનનું ખૂબ કડક રીતે ફોલો કર્યું છે. મારા ચહેરા પર જે સ્માઇલ દેખાઇ રહી છે તેનું કારણ મારા પતિ છે, જેમણે મારી સ્મિતને એક ક્ષણ માટે પણ ઓછી થવા દીધી નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *