– દિગ્દર્શક સંદીપ રેડી વાંગાએ ફિલ્મ વિશે અપડેટ આપતા જણાવ્યું
મુંબઇ : સંદીપ રેડ્ડી વાંગાની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરીહતી. હવે આ ફિલ્મની સીકવલની દર્શકો ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. તેવામાં સંદીપ રેડ્ડી વાંગાએ જણાવ્યું છે કે, એનિમલ ટુનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવાની યોજના છે.
સંદીપ રેડ્ડી વાંગાએ એક ઇવેન્ટમાં જણાવ્યુ ંહતું કે, રણબીર કપૂર અભિનિત ફિલ્મ એનિલમની સીકવલ એનીમલ પાર્ક ચોક્કસ આવશે. આ ફિલ્મનું શૂટિંગ અમે ૨૦૨૬માં શરૂ કરશું. એનિલમ કરતાં એનિમલ પાર્કનું સ્તર, ગુણવત્તા અન ેબજેટ વધુ હશે.
ઉલ્લેખનીય છે કે, અમિમલથી તૃપ્તિ ડમરીની લોકપ્રિયતા વધી ગઇ છે. તેમજ બોબી દેઓલના અભિનયના પણ વખાણ થયા હતા. તે ખૂંખાર વિલન તરીકે ફિલ્મમાં બાજી મારી ગયો છે.