દારૂ પીધેલી હાલતમાં 3થી 4 લોકોને અડફેટે લીધા
કાર ચાલક ભાવેશ ચલોડિયાએ અકસ્માત કર્યાનું ખૂલ્યું
અકસ્માત સર્જનારને લોકોએ મેથીપાક ચખાડ્યો

સુરતમાં વધુ એક બેફામ નબીરાએ અકસ્માત સર્જ્યો છે. જેમાં દારૂ પીધેલી હાલતમાં 3થી 4 લોકોને અડફેટે લીધા છે. તેમાં કાર ચાલક ભાવેશ ચલોડિયાએ અકસ્માત કર્યાનું ખૂલ્યું છે. જેમાં અકસ્માત સર્જનારને લોકોએ મેથીપાક ચખાડ્યો છે. તેમજ લોકોએ અકસ્માત સર્જનારને પોલીસ હવાલે કર્યો છે.

શહેરના મોટા વરાછામાં અકસ્માતની ઘટના બની

શહેરના મોટા વરાછામાં અકસ્માતની ઘટના બની છે. સ્કોડા ગાડીમાં નબીરાએ 3 થી 4 લોકોને અડફેટે લીધા છે. દારૂ પીધેલી હાલતમાં બેફામ ગાડી ચલાવીને રાહદારી અને વાહન ચાલકને અડફેટે લીધા છે. ત્યાં હાજર લોકોએ સ્કોડા ચાલકને મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો છે. કાર ચાલકનું નામ ભાવેશ ચલોડિયા હોવાનું સામે આવ્યું છે. ભાવેશ ચલોડિયા નામક ફોર વ્હીલર ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક ભાવેશ ચલોડિયાને ઝડપી ઉતરાણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સિટી બસચાલકે ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી

અગાઉ સુરતના ડીંડોલી વિસ્તારમાં સાઈ પોઇન્ટ પાસે સિગ્નલની આગળ સિટી બસચાલકે ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. સિગ્નલ ખુલતાની સાથે જ સિટી બસ હંકારવાનું શરૂ કરતાં આગળ જતી રિક્ષા સાથે અથડાઈ હતી. રિક્ષામાં પેસેન્જર ચડતો હતો, તે સમય જ અકસ્માત સર્જાતા પેસેન્જરના પગમાં ફેક્ચર થઈ ગયા હતા. અકસ્માત થયો તે સમયે બસમાં અંદાજે 15થી 20 જેટલા પેસેન્જર હતા. સિટી બસના ચાલક મનોજે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, સિગ્નલ ખુલતાની સાથે જ બસ ચલાવવાનું શરૂ કર્યું હતું અને મારી આગળ રિક્ષા ચાલી રહી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *