પીડિતાએ રાજીવ મોદી સામે ગ્રામ્ય કોર્ટમાં કરી અરજી
પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાની પીડિતાની રજૂઆત
રાજીવ મોદી સામે CBI તપાસની માંગ કરતી અરજી
કેડીલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીઓ વધી શકે છે. જેમાં પીડિતાએ રાજીવ મોદી સામે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. તેમજ રાજીવ મોદી સામે CBI તપાસની માંગ કરતી અરજી કરી છે. પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાની પીડિતાની રજૂઆત છે.
રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાઇ
રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાઇ છે. વધુ સુનાવણી 6 એપ્રિલે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થશે. રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાઇ છે. પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં હાજર રહી રજુઆત કરી છે. પોલીસે કરેલા સમરી રિપોર્ટમાં મુખ્ય સાક્ષીના નિવેદન ન હોવાનો ખુલાસો થયો છે. પોલીસે A સમરી રિપોર્ટ ખોટો ભરી રાજીવ મોદીને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પીડિતાનો આક્ષેપ છે.
પોલીસે એ સમરી રિપોર્ટ ભરીને ક્લિન ચીટ આપી
બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મ કેસમાં કેડિલાના સીએમડી રાજીવ મોદીને પોલીસે એ સમરી રિપોર્ટ ભરીને ક્લિન ચીટ આપી છે. ત્યારે મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજીવ મોદીની અચાનક તબિયત લથડી હતી. તેઓ ચાલુ કાર્યક્રમમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રાજીવ મોદી કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશિલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત લથડી હતી. ચાલુ સમારોહમાં તબિયત લથડતા ઉંચકીને સારવાર માટે લઇ જવાયા હતા. રાજીવ મોદીને કારમાં તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.