વેસુમાં AHTUએ ડમી ગ્રાહક બની દરોડા પાડ્યા
ઘી પાર્ક સેલિબ્રેશનમાં ગોરખધંધાનો પર્દાફાશ
ચારે મોડેલએ વેબ સિરીઝમાં કામ કર્યું હોવાનું ખૂલ્યું
સુરતમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં મુંબઈની મોડેલોને સુરત બોલાવી બદકામ કરાવતા હતા. તેમાં વેસુમાં AHTUએ ડમી ગ્રાહક બની દરોડા પાડ્યા હતા. જેમાં ઘી પાર્ક સેલિબ્રેશનમાં ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.
ચારે મોડેલએ વેબ સિરીઝમાં કામ કર્યું હોવાનું ખૂલ્યું
AHTUએ ચાર મોડેલને મુક્ત કરાવી છે. ચારે મોડેલએ વેબ સિરીઝમાં કામ કર્યું હોવાનું ખૂલ્યું છે. દલાલ જાવેદ અને યુવરાજને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં શહેરમાં મુંબઈની મોડેલોને સુરત ખાતે બોલાવી હાઈફાઈ ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અગાઉ પણ સુરતના અલથાનામાં એટલાન્ટા શૉપિંગમાં પોલીસે રેડ કરીને સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. આ રેકેટમાં વિદેશી લલનાઓ સામેલ હતી. અલથાણ કેનાલ ભીમરાડ રૉડ પર આવેલા એટલાન્ટા શૉપિંગ સેન્ટરમાં બીજા માળે હૉટેલ ગૉલ્ડ આ સેક્સ રેકેટ ચાલતુ હતુ. આ સેક્સ રેકેટમાં કુલ 9 યુવતીઓને ઝડપી પાડવામાં આવી છે, જેમાં 5 થાઇલેન્ડ, 3 કેન્યા અને એક ભારતીય મહિલા સામેલ હતી.
હત્યારી એડા પણ પાછી આ હૉટેલમાં સેક્સ રેકેટમાં ઝડપાઇ
જોકે, નવાઇની વાત એ છે કે, હૉટેલમાં સેક્સ રેકેટમાં 5 થાઇ યુવતીઓ પકડાઇ હતી, જેમાંની 3 યુવતીઓ અગાઉ સ્પામાં સેક્સ રેકેટમાંના ભાંડાફોડ દરમિયાન પોલીસના હાથે પકડાઇ ચૂકી હતી. એટલું જ નહિ અગાઉ મગદલ્લામાં થાઇલેન્ડની યુવતીની હત્યા કરી હતી તે હત્યારી એડા પણ પાછી આ હૉટેલમાં સેક્સ રેકેટમાં ઝડપાઇ હતી.