સેલવાસ અને સરથાણાથી વધુ 2 એજન્ટ પકડાયા
આસીફ રૂ.10 હજારથી 1 લાખમાં સર્ટિ બનાવતો
ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિ.ની 24 નકલી ડિગ્રી મળી
સુરત નકલી ડિગ્રી રેકેટમાં વધુ 2ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સેલવાસ અને સરથાણાથી વધુ 2 એજન્ટ પકડાયા છે. આસીફ રૂપિયા 10 હજારથી 1 લાખમાં સર્ટિ બનાવતો હતો. ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિ.ની 24 નકલી ડિગ્રી મળી આવી છે. તેમજ જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ, યુનિ.ની 112 નકલી ડિગ્રી મળી છે.
નકલી ડિગ્રી રેકેટમાં સેલવાસ અને સરથાણાથીવધુ બે એજન્ટ ઝડપાયા
નકલી ડિગ્રી રેકેટમાં સેલવાસ અને સરથાણાથીવધુ બે એજન્ટ ઝડપાયા છે. જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિંટીની 112 નકલી ડિગ્રી અને માર્કશીટોના રાષ્ટ્ર વ્યાપી રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતમાંથી એક મોટું નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે, વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી પધરાવીને લાખો રૂપિયાનો વેપલો સુરતમાં ચાલી રહ્યો હતો, જેનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે. 137 વિદ્યાર્થીઓને આ કૌભાંડ થકી નકલી માર્કશીટ ડિગ્રી ઇશ્યૂ કરવામાં આવી હતી. આ કેસ મામલે પોલીસે તપાસ કરી જેમાં પોલીસને હિસાબની ડાયરી અને રસીદ બુક મળી આવી છે.
યુપીના ફરિદાબાદના મનોજ કુમારની પણ આ કેસમાં સંડોવણી સામે આવી
પોલીસે અચાનક દરોડા પાડીને શહેરમાં ચાલતા નકલી ડિગ્રી કૌભાંડના આરોપીઓને ઝડપી પાડ્યા છે, અને સાથે કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ. પોલીસ તપાસમાં નકલી ડિગ્રી કૌભાંડ ચલાવનારાઓના લાખોના વ્યવહાર પકડાયા છે. નિલેશ સાવલિયાના બેન્ક એકાઉન્ટમાં લાખોના વ્યવહાર થયા હોવાનુ પોલીસે પકડી પાડ્યુ છે. નિલેશ સાવલિયા એ યશ એજ્યુકેશન એકેડમી, ડિવાઈન એકેડમીના સંચાલક છે. યુપીના ફરિદાબાદના મનોજ કુમારની પણ આ કેસમાં સંડોવણી સામે આવી છે.