રાંદેર વિસ્તારમાં આવેલ સોસાયટીમાં મોડીરાત્રીએ ચોરી કરી બે આરોપી ફરાર થઈ ગયાસુરતના રાંદેર વિસ્તારમાં ફિલ્મી ઢબે પોલીસે ઘરમાંથી ચોરી કરનાર બે આરોપીને ઝડપ્યાપોલીસે બે આરોપીઓને ઝડપીને 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી

સુરતમાં ચોરી કરી ભાગતા આરોપીનો ફિલ્મી ઢબે પોલીસે પીછો કરી ઝડપી પાડ્યા હતા, અંદાજિત 1 કિમી પોલીસ આરોપી પાછળ દોડી હતી, દિલ ધડક આરોપીની ધરપકડ CCTV માં સ્પષ્ટ કેદ થઈ જવા પામી હતી.

સુરતના રાંદેરમાં બે ચોર ચોરી કરીને ફરાર થઈ ગયા હતાં
સુરતના રાંદેર વિસ્તારમાં ફિલ્મી ઢબે પોલીસે ઘરમાંથી ચોરી કરનાર બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. રાંદેર વિસ્તારમાં આવેલ સોસાયટીમાં મોડી રાત્રીએ ચોરી કરી બે આરોપી ફરાર થઈ ગયા હતા બનાવની જાણ રાંદેર પોલીસ ને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આરોપીને પકડવા ટીમો કામે લાગી હતી. દરમિયાન ચોરી કરનાર બે આરોપી પૈકી એક આરોપીને રસ્તા પર ચાલતો જતો પોલીસે જોયો હતો. પોલીસે તેને રોકી પૂછપરછ કરવા જતા આરોપીએ જોરદાર દોટ લગાવી હતી. ત્યારે તેને પકડવા પોલીસે પણ પીછો કર્યો હતો. અંદાજે એક કિલોમીટર જેટલો પોલીસે આરોપીની પાછળ દોડીને આખરે ઝડપી પાડ્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી
પોલીસે પકડેલ આરોપીને સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવમાં પોલીસે ચોરી કરનાર અન્ય આરોપીને પણ ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી 7,00,000 થી વધુ નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાંદેરમાં આવેલ કલ્પના સોસાયટીમાં ચોરી થઈ હતી
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા કલ્પના સોસાયટીના બંગલા નંબર 12 ખાતે મોડી રાત્રે ચોરી થયા હોવાની ઘટના બની હતી. ચોરી થયા હોવાની જાણ ઘરના સભ્યોને રાત્રે જ થઈ ગઈ હતી. જેને લઇ બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરવામાં આવી હતી જેને લઇ કંટ્રોલ રૂમ દ્વારા રાત્રે 03:35 વાગે રાંદેર પીસીઆર વાનને બનાવ અંગે જાણ કરી હતી. જેથી રાંદેર પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.
પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતાં ચોર ઝડપાયા
આ દરમિયાન ઘર માલિક યોગેશભાઈ મિસ્ત્રીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ઘરની પાછળ રહેલ ગ્રીલ તોડી ઘરમાં ચોર ઘુસી આવ્યા હતા અને ચોરી કરી ભાગી ગયા છે. આ દરમિયાન યોગેશભાઈના પત્નીએ જણાવ્યું હતું કે બૂમાબૂમ કરતા એક ચેક્સ ડિઝાઇન વાળો શર્ટ અને બીજો રેડ કલરનો શર્ટ પહેરેલ બે જણાને હાથમાં થયેલી લઈ ભાગતા જોયા છે. સાથે કહ્યું હતું કે હજુ હમણાં જ ઘટના બની છે એટલે બહુ દૂર ગયા નહીં હોય, ભોગ બનનારની વાત સાંભળતાની સાથે જ રાંદેર પોલીસની ટીમ બનાવ અંગેની કાગળ પ્રક્રિયાનું કામકાજ છોડી બંને ચોરોને પકડી પાડવા જુદી જુદી ટીમો બનાવી તપાસમાં જોડાઈ હતી.
પોલીસે શંકાસ્પદ ઈસમની પાલનપુર પાટિયાના સોના હોટેલ પાસે પૂછપરછ કરી
દરમિયાન મોપેડ ઉપર તપાસ કરવા નીકળેલ રાંદેર પોલીસના બે કોન્સ્ટેબલ અર્જુન રઘુભાઈ અને ગૌરવ અશોકભાઈઓને રેડ કલરના શર્ટ સાથેનો એક શંકાસ્પદ ઈસમ પાલનપુર પાટિયાના સોના હોટલ પાસે જતો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસ ના બંને જવાન તેમની પાસે જઈ પૂછપરછ કરવા જતા જ આરોપી પાસે રહેલ બેગ ફેંકીને ભાગી ગયો હતો. ત્યારે પોલીસે પણ આરોપીને પકડવા પાછળ દોટ લગાવી હતી. લગભગ પોલીસે આ આરોપીને પકડવા એક થી દોઢ કિલોમીટર જેટલો પીછો કર્યો હતો. અને ફિલ્મી ઢબે આખરે આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
રાંદેરના નવયુગ કોલેજ પાસે નાસ્તાની લારી પાસે શંકાસ્પદ જણાય આવ્યો હતો
પોલીસે પહેલા સિકંદર અખ્તર સૈયદની ધરપકડ કર્યા બાદ તેની સાથે રહેલ અન્ય સહ આરોપી વિશે પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસની ટીમ પકડાયેલ આરોપીને સાથે રાખી બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન સહિત શહેરના જુદા જુદા વિસ્તારોમાં અન્ય આરોપીને પકડવા માટે શોધખોળ કરી રહી હતી. દરમિયાન ચોરી કરનાર સહ આરોપી શંકર તાનાજી જાદવ રાંદેર વિસ્તારમાં થી જ મળી આવ્યો હતો. રાંદેરના નવયુગ કોલેજ પાસે નાસ્તાની લારી પાસે શંકાસ્પદ જણાય આવ્યો હતો.રાંદેર પોલીસે તેની અટકાયત કરી તપાસ કરતા તે ચોરી ઘટનામાં સામેલ હોવાનું જણાય આવ્યું હતું.
ચોરી કરેલ ઘરેણાં અને ચોરીનો સામાન ફેંકી દીધો હતો
આરોપીઓએ ઘરમાંથી રોકડ, સોનાના ઘરેણા , ચાંદીના વાસણો , ચાંદીના ઘરેણા, સહિત જે મળ્યું તે તમામ વસ્તુ લઈને ચોરી કરી ભાગી ગયા હતા. પકડાયેલ આરોપી એ રસ્તામાં ચોરી કરેલ સામાનની થેલી ફેંકી દીધી હતી. પોલીસ દ્વારા તે કબજે કરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં આરોપી પાસેથી રોકડ સહિત સોના ચાંદીના ઘરેણા ઉપરાંત અન્ય કીમતી ચીજ વસ્તુ મળી કુલ 7,75,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ચોરી કરનાર ચોરની મોડસ ઓપરેન્ડી
પકડાયેલ આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે,બંને આરોપીઓ ઘર ફોડ ચોરીના રીઢા ગુનેગારો છે. પકડાયેલ આરોપીઓ પહેલા દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તાર અને ઘરોની રેકી કરે છે. અને ત્યારબાદ મોડી રાત્રીએ ઘરના દરવાજાના નકુચા તોડીને અથવા ઘરની પાછળ ની રેલિંગ તોડીને ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદી અને રોકડ રકમની ચોરી કરવાની ટેવ ધરાવે છે. પકડાયેલ બંને આરોપીઓ માંથી આરોપી સિકંદર અખ્તર સૈયદ પર મહારાષ્ટ્રમાં 24 જેટલા ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. જ્યારે આરોપી શંકર તાનાજી જાદવ મહારાષ્ટ્રના 25 જેટલા ચોરીઓના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી મુદ્દા માલ કબજે કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *