Indian Woman Crew Member Returns Home: ઈરાન દ્વારા કબજે કરાયેલા માલવાહક જહાજ પરથી 17 ભારતીય ક્રૂ મેમ્બરમાંથી એક મહિલાને ગુરુવારે (18મી એપ્રિલ) છોડી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ‘કેરળના ત્રિસુરની રહેવાસી એન. ટેસા જોસેફ જે માલવાહક જહાજ એમએસસી એરીઝ પર સવાર હતી, હવે તે કોચીન પહોંચી ગઈ છે. 16 ક્રૂ મેમ્બર ઈરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે.’

વિદેશમંત્રી એસ. જયશંકરે ‘X’પોસ્ટ કરીને લખ્યું ‘મોદીની ગેરંટી હંમેશા દેશમાં કે વિદેશમાં પહોંચાડે છે.’ કેન્દ્રિય મંત્રાયલના પ્રવક્તા રણધીર જયસ્વાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ભારતીય દૂતાવાસે ઈરાની અધિકારીઓના સમર્થનથી ટેસા જોસેફ ભારત પરત ફરી છે.’ 

ઈરાનના સૈનિકોએ જહાજ પર કબજો કર્યો હતો

ઈઝરાયલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના સ્પેશિયલ ફોર્સ યુનિટ દ્વારા 13મી એપ્રિલે ઈઝરાયલની માલિકીના માલવાહક જહાજ એમએસસી એરીઝને કબજે કર્યું. તેઓએ આ જહાજ પર્સિયન ખાડી અને ઓમાનની ખાડીને જોડતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી કબજે કર્યું હતું. સૈનિકોએ હેલિકોપ્ટર દ્વારા જહાજ પર ઉતર્યા હતા અને તેને ઈરાનના જળસીમામાં લઈ ગયા હતા.

પહેલી એપ્રિલે ઈઝરાયલની સેનાએ સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં દૂતાવાસની એક ઈમારત સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી અને ઈરાનના 7 સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ હુમલાનો જવાબ આપતા ઈરાને ઈઝરાયલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *