Supreme Court on EVM: લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કામાં 21 રાજ્યની 102 બેઠક પર 19 એપ્રિલે મતદાન થશે. આ દરમિયાન કેરળના કાસરગોડમાં ઈવીએમમાં  ગરબડના અહેવાલો ચૂંટણી પંચે ફગાવી દીધા છે. આ પહેલા ઈવીએમ અને વીવીપેટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં દાવો કરાયો હતો કે, કેરળના કાસરગોડમાં મોક ઈવીએમ ડ્રીલ એટલે કે મોક મતદાન વખતે ઈવીએમમાં નાંખવામાં આવેલા વોટ અને વીવીપેટ કાપલીમાં અસમાનતા જોવા મળી હતી. તેની ગણતરી કરતી વખતે એક ભાજપને એક મત વધુ મળ્યાનું ખૂલ્યું હતું. 

આ મુદ્દે ચૂંટણી પંચ વિસ્તૃત જવાબ સોંપશે

આ અંગે નાયબ ચૂંટણી કમિશનર નીતેશ કુમાર વ્યાસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચને જણાવ્યું હતું કે, કેરળમાં ઈવીએમમાં ગરબડ થયાના અહેવાલો ખોટા છે. અમે આરોપોની તપાસ જિલ્લા કલેક્ટર સાથે કરાવી છે. અમને જાણવા મળ્યું છે કે, તે આરોપો ખોટા હતા. આ મુદ્દે અમે કોર્ટને વિસ્તૃત જવાબ રજૂ કરીશું.

જાણો શું છે મામલો

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા પહેલા કાસરગોડમાં મોક મતદાન પૂર્ણ થયા પછી એલડીએફ અને યુડીએફ ઉમેદવારોના એજન્ટોએ ચાર ઈવીએમમાં ​​ભૂલથી ભાજપની તરફેણમાં એક મત વધુ નોંધાયાનો દાવો કર્યો હતો. કેરળના બંને મુખ્ય ગઠબંધન એલડીએફ અને યુડીએફના ઉમેદવારોના બુથ એજન્ટોએ આ અંગે તંત્રને ફરિયાદ કરી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી. 

આ પણ વાંચો: ઈવીએમ સાથે છેડછાડ કરવી શક્ય નથી, ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *