Arvind Kejriwal News : આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ મોટો આરોપ લગાવતા કહ્યું કે, તિહાર જેલમાં કેજરીવાલને ઇન્સ્યુલિન નથી દેવામાં આવી રહ્યા. જેલમાં તેમનો જીવ લેવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચાયું છે. કેજરીવાલને ઘરનું ખાવાનું રોકવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. ઈડી ખોટું બોલી છે કે અરવિંદ કેજરીવાલ મીઠી ચા પી રહ્યા છે અને મીઠાઈ ખાઈ રહ્યા છે.

કેજરીવાલે જેલમાં નવરાત્રીના દિવસે આલૂ-પુરીનો પ્રસાદ ખાધો હતોઃ આતિશી

આતિશીએ વધુમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલને ડૉક્ટરોએ કહેલી લો-કેલરી સ્વીટનર જ અપાઈ રહ્યું છે. ભાજપવાળા કોઈ પણ ડાયાબિટીસ ડૉક્ટરને પૂછી લે કે દર્દીને કેળા કે ટૉફી રાખવાની સલાહ આપવામાં આવે છે. ઈડી ખોટું બોલી રહી છે કે તેઓ આલૂ-પુરી ખાઈ રહ્યા છે. તેમણે માત્ર નવરાત્રી વાળા દિવસે આલૂ-પુરીનો પ્રસાદ ખાધો હતો. અરવિંદ કેજરીવાલે નવરાત્રિના પહેલા દિવસે આલૂ-પુરી ખાધી હતી. શું પ્રસાદ પણ ન ખાવા દઈએ? અરવિંદ કેજરીવાલ 54 યૂનિટ ઇન્સ્યુલિન લે છે.’

કેજરીવાલને ઇન્સ્યુલિન નથી અપાઈ રહ્યું : આતિશી

આતિશીએ કહ્યું કે, ‘ઇન્સ્યુલિન રિવર્સલ પ્રોગ્રામ હેઠળ કેજરીવાલ સ્પેશિયલ ડાયટ લઈ રહ્યા હતા પરંતુ 21 માર્ચથી ઇન્સ્યુલિન રિવર્સલ પ્રોગ્રામ અટકી ગયો છે. તેમનું શુગર લેવલ 300થી વધુ થઈ ગયું છે. તેઓ જેલ પાસે ઇન્સ્યુલિન માંગી રહ્યા છે પરંતુ તેમને ઇન્સ્યુલિન નથી અપાઈ રહ્યું. કેજરીવાલના ડૉક્ટરો સાથે વીડિયો કન્ફરન્સ માટે ઈડી અને તિહાર જેલે ના પાડી છે.’

ભાજપ દ્વારા કેજરીવાલ સામે અફવા ફેલાવાઈ : આતિશી

નવરાત્રિમાં ઈંડા ખાવાના ભાજપના આરોપ પર આતિશીએ કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલનું શુગર ઓછું કરવા માટે તેમના ડાયટ કેયરફુલી ડાયટ બનાવાઈ છે. તેમાં કાર્બહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફેટનું બેલેન્સ છે. કેજરીવાલ ઘરે ડાયટના હિસાબથી જમતા હતા. તિહાર જેલમાં તેમનું શુગર લેવલ ફ્લક્ચુએટ થઈ રહ્યું છે. ભાજપ દ્વારા કેજરીવાલ સામે અફવા ફેલાવાઈ રહી છે અને જાનથી મારવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *