અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત થનારી આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવા જઈ રહી છે. આ ICC મેગા ઈવેન્ટ માટે કયા બે વિકેટ કીપરની પસંદગી કરવામાં આવશે તે હાલનો સૌથી મોટો પ્રશ્ન છે.
ઘણા ભારતીય વિકેટકીપર IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં યુવા સંજુ સેમસન, ઇશાન કિશન અને રિષભ પંતની સાથે અનુભવી દિનેશ કાર્તિક અને એમએસ ધોનીનો સમાવેશ થાય છે.
હાલમાં જ એક પોડકાસ્ટ દરમિયાન જ્યારે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ વિકેટ કીપર એડમ ગિલક્રિસ્ટે રોહિત શર્માને ટી20 વર્લ્ડ કપ માટે ધોની અને કાર્તિક વિશે પૂછ્યું ત્યારે ભારતીય કેપ્ટને કહ્યું કે, દિનેશ કાર્તિકને મનાવવો આસાન હશે, પરંતુ ધોનીને મનાવવા મુશ્કેલ હશે.
ક્લબ પ્રેયરી ફાયર પૉડકાસ્ટ પર રોહિત શર્માએ કહ્યું કે, ખાસ કરીને દિનશથી હું ઘણો પ્રભાવિત છું, જે રીતે તેણે થોડા સમય પહેલા બેટિંગ કરી છે.ધોની પણ 4 બોલ રમવા આવ્યા અને 20 રનથી પ્રભાવ છોડી દીધો. આ દરમિયાન તેણે સિક્સરની હેટ્રિક પણ ફટકારી હતી.
ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું, “મને લાગે છે કે MSDને વેસ્ટ ઈન્ડિઝ આવવા માટે મનાવવા ચોક્કસપણે મુશ્કેલ હશે. તે બીમાર અને થાકેલા છે. જો કે, ચોક્કસપણે કોઈ અન્ય કામ માટે અમેરિકા આવી રહ્યો છે. તેને ગોલ્ફમાં રસ છે.” તેથી મને લાગે છે કે તે ગોલ્ફ રમશે મને લાગે છે કે ડીકેને સમજાવવું સરળ હશે.”
રોહિત શર્માએ ઋષભ પંત વિશે કહ્યું કે, “સાચું કહું તો, આ બધા યુવાનો એકદમ ક્રેઝી છે. જો કોઈ મને હસાવતું હોય તો તે ઋષભ પંત છે. હું તેને નાનપણથી જ જોતો આવ્યો છું. તે ક્રેઝી માણસ છે.”
આ સિવાય દિનેશ કાર્તિક પણ જોરદાર ફોર્મમાં છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 287 રનનો પીછો કરતી વખતે તેણે 35 બોલમાં 5 ચોગ્ગા અને 7 સિક્સરની મદદથી 83 રન બનાવ્યા હતા. જોકે તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો.