– પગી સમાજના 17 વર્ષના છોકરા- છોકરીના લગ્ન હતા

– મહિસાગર જિલ્લામાં ગત વર્ષમાં 31 અને ચાલુ વર્ષના દોઢ માસમાં 5 બાળલગ્ન અટકાવાયા

વિરપુર : લુણાવાડાના વણિયાવાળા ગોરાડા ગામે પગી સમાજનો ૧૭ વર્ષનો છોકરો અને ૧૭ વર્ષની છોકરીના બાળલગ્નનું આયોજન કરાયું હતું. ત્યારે સમાજ સુરક્ષા વિભાગને જાણ થતા લગ્નના આગલા દિવસે જઈને પરિવારને મળી બાંહેધરીપત્ર લખાવી સમજાવીને લગ્ન અટકાવવામાં આવ્યા હતા. આમ મહિસાગર જિલ્લામાં ૩૧ માર્ચે પૂરા થતા ગત વર્ષમાં ૨૫ જ્યારે ચાલુ વર્ષના દોઢ મહિનામાં પાંચ બાળગ્ન અટકાવવામાં આવ્યા છે.

લુણાવાડા તાલુકાના વણીયાવાળા ગોરાડા ગામે પગી સમાજના દીકરાના બાળલગ્ન થવાના છે તેવી માહિતી મળી હતી. જેને લઈ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા લગ્નના આગલા દિવસે બુધવારે પહોંચ્યા બાદ તપાસ કરાતા છોકરાની ઉંમર ૧૭ વર્ષ અને છોકરીની ઉંમર પણ ૧૭ વર્ષ હોવાનું જાણવા મળતા બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી ભાર્ગવીબેન તેમના સ્ટાફ સહિત પોલીસને સાથે રાખી પરિવાર સાથે વાતચીત કરી બાંહેધરીપત્ર લખાવી લગ્ન અટકાવી તેમજ તેની ઉંમર પુખ્તવયની થાય ત્યારે તેના લગ્ન કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ બાબતે દીકરાના વાલીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, દાદાની ઈચ્છા એવી હતી કે દીકરાના લગ્ન જોઈને જાય અને દીકરીવાળાઓએ એવું જણાવ્યું હતું કે બીજી ૨૦ વર્ષની દીકરીના લગ્ન હતા તો જોડે જોડે બીજી દીકરીના લગ્ન સાથે કરવાથી એક ખર્ચમાં બંને દીકરી પરણી જાય માટે આ લગ્ન ગોઠવ્યા હતા. તેવું જણાવ્યું હતું. ત્યારે મહીસાગર જિલ્લામાં ગત વર્ષમાં ૩૧ માર્ચ સુધીમાં ૨૫ બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે અને આ વર્ષે દોઢ મહિનામાં પાંચ બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *