– ચીન તરફી ઝનૂની લશ્કરી ઝુંટાએ 2021માં સત્તા હાથ કર્યા પછી તેણે લોકશાહી તરફી નેતાઓને કારાવાસમાં નાખી દીધા હતા
બેંગકોક : મ્યાનમારના લશ્કરી જુન્ટાએ બુધવારે જણાવ્યું હતું કે સત્તા ભ્રષ્ટ કરાયેલ નેતા ઔંગ સાન સુ કીની તંદુરસ્તી લથડતા તેઓને જેલમાંથી તેઓના નિવાસસ્થાને લઇ જવાયા છે પરંતુ તેઓને હાઉસ એરેસ્ટમાં રાખવા પડશે. અત્યંત ગરમીને લીધે તેઓની તંદુરસ્તી ખરાબ થઈ છે, તેમ પણ જુંટાએ જણાવ્યું હતું.
વાસ્તવમાં ૨૦૨૧માં મ્યાનમારમાં ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરી લશ્કરે તે સમયની સરકારના અગ્રણીઓને જેલ ભેગા કર્યા હતા. સુ કી અને તેમના પતિ સહિત સમગ્ર કુટુંબને સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. તે પછી આ ચીન તરફી લશ્કરી જુંટા સામે દેશવ્યાપી રમખાણો શરૂ થયાં હતાં. પરંતુ ચીને જેમ તિયાન ચીન સ્કવેર (મહાન શાંતિના ચોક)માં લોકશાહી તરફી દેખાવકારોને કચડી નાખ્યા હતા, તે રીતે જ આ અહિંસક દેખાવોને પણ કચડી નાખ્યા હતા અને લોકશાહી તરફી તમામ નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. તેમાં સુ કી સર્વ પ્રથમ હતાં.
ભારત સહિત દુનિયાના તમામ અગ્રીમ લોકશાહી દેશોએ સુ કી સહિત અન્ય આંદોલનકારીઓને મુક્ત કરવા મ્યાનમારના લશ્કરી જુન્ટાને કરેલા અનુરોધ છતાં તેમની જેલ યાત્રા ચાલુ જ રહી હતી.
દરમિયાન એક થોડી રમુજી ઘટના પણ બની હતી. તે સમયે ઔંગ સાન સુ કી ની સરકારે યુનોની મહાસભામાં ઉપસ્થિત રહેવા તેના પ્રતિનિધિને યુનો (ન્યૂયોર્ક) મોકલ્યા હતા. તેઓ યુનોની મહાસભામાં મ્યાનમાર તરફથી ઉપસ્થિત પણ રહ્યા. ત્યાં ફલેશ મળ્યા કે મ્યાનમારમાં લશ્કરી જુંટાએ લોકશાહી સરકારને પદભ્રષ્ટ કરી છે. તેથી યુનોની મહાસભાના પ્રમુખે તે પ્રતિનિધિને હોલમાં બેસવા તો દીધી પરંતુ કહ્યું કે તમો કશું પ્રવચન આપી શકશો નહીં કે મતદાન પણ (જો યોજાય તો) કરી શકશો નહીં. કારણ કે તમારી સરકાર જ હવે રહી નથી. આશ્ચર્ય તે છે કે યુનોના પ્રમુખે કહ્યું ત્યારે તો મ્યાનમારના પ્રતિનિધિને ખબર પડયા કે તેમના દેશમાં સત્તા પલટો થયો છે.