અમદાવાદ, બુધવાર, 17 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જે પોષતું તે મારતુ
ઉકિત સાર્થક સાબિત થઈ છે.મિશન મિલીયન ટ્રી અભિયાન અંતર્ગત કરોડો રુપિયાનો ખર્ચ કરી
રોપા રોપવામાં આવે છે.બીજી તરફ મ્યુનિ.તંત્રે જ પાંચ વર્ષમાં આઠ હજારથી વધુ વૃક્ષ
કાપવા મંજૂરી આપી છે. ઉપરાંત પાંચ વર્ષમાં શહેરમાં મંજૂરી વગર વૃક્ષ કાપવા બદલ
તંત્ર તરફથી ૨૭૪ નોટિસ ગેરકાયદે વૃક્ષ કાપનારાને આપવામાં આવી છે. મ્યુનિ.તંત્રે બીટ
ધ હિટ ઝૂંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં બેનરો લગાવ્યા છે.આ બેનર વહીવટી
તંત્ર અને શાસકપક્ષની નિષ્ફળતા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ મિશન મિલીયન
ટ્રી અભિયાન કર્યા બાદ આ વર્ષમાં ત્રીસ લાખ રોપા રોપવાનો લક્ષ્યાંક નકકી કરવામાં
આવ્યો છે.વર્ષ-૨૦૧૧ બાદ પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર તરફથી ટ્રી
સેન્સસ કામગીરી કરવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામા આવી છે.ટ્રી સેન્સસ
કામગીરીમાં વૃક્ષના જી.પી.એસ.લોકેશન ઉપરાંત તેની ઉંમર
,ઉપયોગીતા સહિતની
માહિતી સરળતાથી મળી રહેશે એવો દાવો ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન દ્વારા કરવામા આવી
રહયો છે.વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ
,મ્યુનિ.તંત્ર
પોતે જ વૃક્ષ કાપવાની મંજૂરી આપ્યા બાદ શહેરીજનોને બીટ ધ હિટ ઝૂંબેશ અંતર્ગત
લોકોને પર્યાવરણ બાબતમાં જાગૃત રહેવા અપીલ કરે છે.આ પરિસ્થિતિ ચિંતાજનક છે.શહેરમાં
ઘટતા વૃક્ષોને લઈ હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહયો છે.કલીન સિટી
,ગ્રીન સિટી તથા
ડસ્ટ ફ્રી સિટી જેવા આપવામા આવેલા સ્લોગન છતાં શહેરીજનો ધુળીયા વાતાવરણથી
ત્રાહિમામ બન્યા છે.

પાંચ વર્ષમાં કેટલા વૃક્ષ કાપવા મંજૂરી અપાઈ

વર્ષ            વૃક્ષની
સંખ્યા   નોટિસ અપાઈ

૨૦૧૭-૧૮     ૧૦૬૮         ૫૮

૨૦૧૮-૧૯     ૨૨૪૩         ૪૧

૨૦૧૯-૨૦     ૩૧૪૩         ૨૬

૨૦૨૦-૨૧     ૧૦૦૩         ૪૯

૨૦૨૧-૨૨     ૮૭૧           ૧૦૦

છ  વર્ષમાં કયારે
કેટલા રોપાં રોપાયા

વર્ષ            રોપાંની
સંખ્યા

૨૦૧૮-૧૯     ૮૪૮૪૯

૨૦૧૯-૨૦     ૧૧,૫૮,૩૮૭

૨૦૨૦-૨૧     ૧૦,૧૩,૮૫૬

૨૦૨૧-૨૨     ૧૨,૮૨,૦૧૪

૨૦૨૨-૨૩     ૨૦,૭૫,૪૩૧

૨૦૨૩-૨૪     ૨૦,૦૫,૭૯૫

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *