અમદાવાદ, બુધવાર

નિકોલમાં એક તરફી પ્રેમમાં પાગલા યુવક સગીરા સ્કૂલે જતી ત્યારે તેનો પીછો કરીને છેડતી કરતો હતો. કોઇને વાત કરીશ તો પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો એટલું જ નહી સોસાયટીમાં સગીરાની છેડતી કરીને બહાર ફરવા લઇ જવા દબાણ કરતો હતો. સગીરાની માતાએ ઠપકો આપતા અમારા બન્ને વચ્ચેની વાત છે તમારે આ વાતમાં પડવુ નહી કહીને ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

માતાએ ઠપકો આપતા ધમકી આપી અમારા બન્ને વચ્ચેની વાત છે તમારે આ વાતમાં પડવું નહી હું તમોને અને પતિને છોડીશ નહી જાનથી મારી નાંખીશ

નિકોલમાં રહેતી૩૫ વર્ષીય મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૧૬ વર્ષની પુત્રી સ્કૂલ જતી હતી ત્યારે યુવક તેનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો અને આ વાત કોઇને કહીશ તો પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપતો હતો. તા.૧૧ના રોજ બપોરના સમયે સગીરા સોસાયટીમાં હાજર હતી ત્યારે આરોપી સગીરાનો હાથ પકડીને બહાર ફરવા લઇ જવા દબાણ કરતો હતો. જેની જાણ સગીરાની માતાને થતા તેઓ તાત્કાલીક આવ્યા હતા અને યુવકને ઠપકો આપ્યો તો તેને ધમકી આપી કે અમારા બન્ને વચ્ચેની વાત છે તમારે આ વાતમાં પડવું નહી કહીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયો હતો. 

એટલું જ નહી અગાઉ પણ સગીરા સ્કૂલે જતી તે સમયે તેને લલચાવી ફોસલાવીને વાતો કરતો હતો અને તેનો પીછો કરી સગીરાને પણ ધમકી આપતો હતો આખરે સગીરાની માતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પડોશી શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે તેની સામે છેડતી અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *