અમદાવાદ,બુધવાર, 17 એપ્રિલ,2024
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧
ડીગ્રી સેલ્સિયસને વટાવી જતા શહેરીજનોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડયો હતો. એક જ
દિવસમાં ચકકર આવવાથી મૂર્છીત થઈ પડી જવાના ૫૮ કેસ નોંધાયા પેટમાં દુખાવા ઉપરાંત
ઉલટી, ઉબકા
આવવા તેમજ ઝાડા ઉલટી સહિતના ૨૨૨ કેસ નોંધાયા હતા.ગુરુવારે પણ શહેર માટે યલો એલર્ટ
યથાવત રાખવામા આવ્યુ છે.
એપ્રિલ મહિનાના આરંભથી જ શહેરના તાપમાનમાં વધારો થતો જોવા
મળ્યો હતો.હવામાન વિભાગ દ્વારા આપવામા આવેલા યલો એલર્ટ ઉપરાંત સવારના દસ કલાકથી જ
શહેરીજનોએ ગરમ વહેતા પવનનો અનુભવ કર્યો હતો.બપોર સુધીમાં મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી
સેલ્સિયસને વટાવી જતા શહેરના રસ્તાઓ ઉપર
ટ્રાફિકની અવરજવર ઉપર પણ અસર જોવા મળી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરીજનોને
બપોરના ૧૨થી ૪ કલાક સુધી કામ સિવાય બહાર નહી નીકળવા અપીલ કરવામા આવી છે.
ગરમી સંબંધિત કેટલાં કેસ
બિમારીનો પ્રકાર કુલ
કેેસ
પેટનો દુખાવો ૭૫
ઝાડા ઉલટી ૫૨
હાઈ ફીવર ૩૪
માથાનો દુઃખાવો ૦૩
ચકકર આવવા
બેભાન થઈ જવુ ૫૮