સુરત
બાર
એસો.ની રજુઆતોને હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તથા યુનિટ જજે ગંભીરતાથી સાંભળી સ્થળ
પરિક્ષણની પણ તૈયારી દર્શાવી
સુરત
ડીસ્ટ્રીક્ટ કોર્ટને ફાળવવામાં આવેલી જીયાવ બુડીયાની પ્રદુષિત જગ્યાના મામલે આજે સુરત
જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારો-કારોબારી તથા કોર્ટ બિલ્ડીંગ કમીટીના સભ્યોનું એક પ્રતિનિધિ
મંડળે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ તથા યુનિટ જજ એ.વાય.કોગઝે સમક્ષ
વકીલોના પ્રશ્નોના મુદ્દે કરેલી રજુઆતોને ગંભીરતાથી
સાંભળી હકારાત્મક અભિગમ દાખવ્યો છે.
સુરત જિલ્લા
સેશન્સ જજ અતુલ આઈ.રાવલના નેજા હેઠળ આજે સુુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ
,ઉપપ્રમુખ અભિષેક
શાહ,મંત્રી અશ્વિન પટેલ સહિત અગ્રણી વકીલોનું એક પ્રતિનિધી મંડળ
આજે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ તથા દક્ષિણ ગુજરાતની અદાલતોના યુનિટ
જજ જસ્ટીસ એ.વાય.કોગજે સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ પ્રસંગે ખાસ કરીને હાલમાં
જીયાવ-બુડીયા ખાતે ફાળવવામાં આવેલી સુચિત ન્યાયાલય સંકુલની જગ્યા સામે સુરત જિલ્લા
વકીલમંડળે સર્વાનુમતે પસાર કરેલા ઠરાવના મામલે વિચાર વિમર્શ હાથ ધરવામાં આવ્યો હતો.જે
દરમિયાન બાર પ્નમુખ ઉપરાંત કોર્ટ બિલ્ડીંગ કમીટીના સભ્યો તથા માજી બાર પ્રમુખ બ્રિજેશ
પટેલ, અમર વી.પટેલ,રાજેશ ઠાકરીયા,
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સુરતના હોદ્દેદારો હિતેશ પટેલ, આર. એન. પટેલ, જીતેન્દ્ર ગીનીયા ેએ જીયાવ બુડીયા સ્થિત
કોર્ટ બિલ્ડીંગના મુદ્દે વકીલોના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરી હતી.જેને ગંભીરતાથી
નોંધ લઈ હાઈકોર્ટ ચીફ જસ્ટીસ તથા યુનિટ જજે હકારાત્મક અભિગમ દાખવીને સુચિત જગ્યા અંગે
સ્થળ પરિક્ષણ કરવાની તૈયારી દર્શાવી છે.તદુપરાંત બાર એસો.ની રજુઆતો બાદ સુરત જિલ્લા
કલેકટર તથા નિવાસી અધિક કલેકટરને પણ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સુચિત કોર્ટ બિલ્ડીંગની
જગ્યા અંગે દશ દિવસમાં લેખિત રિપોર્ટ રજુ કરવા નિર્દેશ આપ્યો છે.આ પ્રસંગે બાર એસો.
ના સહમંત્રી નિર્મલ બક્કરીયા ખજાનચી અનુ પટેલ તથા કારોબારી સભ્યો મયુર પટેલ,મુકુંદ રામાણી,રાહુલ કોન્ટ્રાક્ટર તથા હરેશ બથવાર ઉપસ્થિત રહ્યા હતા.