સુરત
સુરત શહેરમાં
લગ્નની મૌસમ શરૃ થઇ ગઇ છે. અને આ સિઝનમાં ભર બપોરે લગ્નની વિધિઓ થતી હોય છે. આથી ઉનાળાના
ધગધગતા તાપમાં લોકો હીટવેવથી કેવી રીતે બચી શકે તે માટે સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન
દ્વારા એડવાઇઝરી જાહેર કરાઇ છે.
હીટવેવથી
બચવા શુ કરવુ જોઇએ ?
– પ્રાથમિક સારવાની તાલીમ મેળવો, વુદ્વો, બાળકો, બીમાર અથવા વધુ વજનવાળા લોકો માટે વિશેષ
કાળજી રાખો.
– બને તેટલુ ઘરની અંદર રહો.
– હળવા હળવા રંગના , ઢીલા અને છિદ્વાળુ સુતરાઉ કપડા
પહેરવા.
– તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ
કરવો. માથાને ઢાંકવા માટે કાપડ, ટોપીકે છત્રીનો ઉપયોગ કરવો.
– પુરતા પ્રમાણમાં પાણી પીઓ. તરસ ના લાગે તો પણ તમારી જાતને હાઇડ્રેટ રાખવા
માટે ઓ.આર.એસ, ઘરે બનાવેલા શુદ્ર પાણી જેવી કે લસ્સી,
લીંબુપાણી, છાશનો પુરતા પ્રમાણમાં ઉપયોગ કરવો.
હીટવેવ
દરમિયાન શું ન કરવુ જોઇએ ?
– બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડવા નહી.
– પીક અવર્સ દરમ્યાન રસોઇ કરવાનું ટાળો, રસોડામાં
પુરતા પ્રમાણમાં હવાની અવર જવર માટે દરવાજા
અને બારી ખુલ્લી રાખવી જોઇએ.
– અગ્રિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો જે બિનજરૃરી ગરમી પેદા કરે
છે.
– આલ્કોહોલ, ચા,
કોફી અને કાર્બોરેટેડ સોફટ ડ્રીકસ પીવાનું ટાળવુ જોઇએ. આ પ્રકારના
પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.
– તડકામાં બહાર જવાનું ટાળવુ જોઇએ. ખાસ કરીને બપોરના ૧૨ થી ૩ વાગ્યા સુધી
બહાર ના નિકળવુ જોઇએ.
– ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર
અને તેલયુકત ખોરાક ટાળો, વાસી ખોરાક ન ખાવો.
લગ્નસરાની
મૌસમના પગલે કુલરની માંગમાં ભારે ઉછાળો
લગ્નની
સિઝન પર પુરજોશમાં શરૃ થઇ છે. ત્યારે સવારના કે બપોરના કે સાંજે લગ્નની કોઇને કોઇ
વિધિ હોવાથી આમંત્રિત મહેમાનોની સતત હાજરી જોવા મળે છે. આથી આમંત્રિત મહેમાનો તેમજ
પરિવાજનોને આવા આકરા તાપમાં લગ્નની વિધિમાં હાજરી આપતી વખતે તાપ સહન ના કરવો પડે
તે માટે હાલની સ્થિતિમાં વર અને કન્યા બન્ને પક્ષોએ ફરજિયાત કુલરની માંગ કરી રહ્યા
છે. અને મંડપમાં કુલર ના હોય તો છેલ્લે પંખો પણ મુકીને ગરમીથી બચવાનો ઉપાયો
કરવામાં આવી રહ્યા છે.