હરદોઇ,૧૭ એપ્રિલ,૨૦૨૪,બુધવાર
મોબાઇલનું વળગણ નાની ઉંમરના બાળકોને વધતું જાય છે એનું શું પરીણામ આવે છે તેનો ચોંકાવનારો કિસ્સો યુપીના હરદોઇ જિલ્લામાં બન્યો હતો. ૧૨ વર્ષની પુત્રી પોતાની માતા પાસે કાર્ટુન જોવા માટે મોબાઇલ માંગતી હતી. માતાએ મોબાઇલ ફોન આપવાનો ઇન્કાર કરતા નારાજ થઇને પુત્રીએ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર હરદોઇના અતરોલી થાના ક્ષેત્રમાં હનુમાનગઢી મજરા કુકરામાં બનાવ બન્યો હતો. આત્મહત્યા કરનારી ૧૨ વર્ષની પુત્રીનું નામ અંશિકાસિંહ હતું. ઘરમાં હવન-પૂજા અને આરતીનો માહોલ હોવાથી સૌ ખૂશ હતા. જમવાનો સમય થયો હોવાથી માતાએ મોબાઇલ માટે તંગ કરતી પુત્રી અંશિકાને મોબાઇલ આપવાની ના પાડી દીધી હતી આથી ખોટું લાગતા આત્મહત્યાનું પગલું ભર્યુ હતું. પાંચમા ધોરણમાં ભણતી અંશિકાની શોધખોળ કરતા છેવટે રુમમાં ફાંસો લટકાવેલી હાલતમાં મળી આવી હતી. પોલીસ પોસ્ટ મોર્ટમ કરીને ઘટનાની તપાસ કરી છે.