Dhoni IPL Retirement: જાડેજાને કેપ્ટન્સી આપતા જ સંકેત મળી ગયા હતા કે 2023 થાલાની છેલ્લી આઈપીલે સીઝન હશે. જોકે CSKની એક બાદ એક હાર બાદ ધોનીએ ફરી કેપ્ટનસી કમાન ઉપાડવી પડી. ઘૂંટણમાં સમસ્યા છતા 2024ની સીઝન માટે પણ સંપૂર્ણ ફીટ થઈને ધાકડ પરફોર્મન્સ આપી રહેલ કેપ્ટન કૂલ માટે આ વર્ષ નહિ આગામી વર્ષો માટેની ભવિષ્યવાણીના દોર શરૂ થયા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોને આ સીઝનમાં પણ મંત્રમુગ્ધ કરી દીધા છે. IPL 2024ની શરૂઆત પહેલા ધોનીએ તેની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું તેથી ક્રિકેટરસિકો અને થાલા-CSK ફેન્સનું માનવું છે કે, આ સીઝન તેમની છેલ્લી IPL સીઝન હશે. જોકે આ અંગે બે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓનો મત કઈંક અલગ જ છે અને કહ્યું કે, ભવિષ્યમાં પણ IPL રમતા માહી ચોગ્ગા-છગ્ગા મારતા જોવા મળશે.

આઈપીએલ 2023 એમએસ ધોનીની છેલ્લી સીઝન માનવામાં આવતી હતી. જોકે ચાહકોનો પ્રેમ જોઈને તેણે 17મી સીઝન પણ રમવાની જાહેરાત કરી હતી. આ સીઝનમાં ધમાકેદાર બેટિંગ ખાસ કરીને મુંબઈ સામેની હાર્દિક પંડ્યાની 20મી ઓવરના ઝંઝાવાતથી ચાહકોના દિલ જીતી લીધા છે. એમએસ ધોનીએ MI સામે હેટ્રિક સિક્સર ફટકારીને પોતાની જૂની બેટિંગ સ્કિલ દર્શાવી હતી.

ધોનીના IPL કરિયર પર મોટો દાવો :

જિયો સિનેમા પર એક ઈન્ટરવ્યુમાં CSK તરફથી સૌથી વધુ રન બનાવનાર સુરેશ રૈના અને ફાસ્ટ બોલર આરપી સિંહનું માનવું છે કે એમએસ ધોની વધુ એક કે બે સીઝન રમશે. ધોનીના IPL ભવિષ્યની ચર્ચા દરમિયાન એન્કરે રૈના અને આરપી સિંહને પૂછ્યું કેશું આ ધોનીની છેલ્લી IPL સીઝન હશે ? 

આ અંગે આરપી સિંહે કહ્યું કે, એવું નથી લાગતું કે આ તેમની છેલ્લી સીઝન હશે. રૈનાને પૂછવામાં આવ્યું કે ‘થાલા રમશે?; તેના જવાબમાં સુરેશ રૈનાએ એક જ શબદમાં કહ્યું કે, ‘રમશે’. આ જવાબ પર આરપી સિંહે ફરી ચુટકી લેતા કહ્યું કે, જો તમે એક સીઝનની વાત કરો છો તો ધોની બે સીઝન રમશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *