કોલેજમાં એડમિશન થઈ ગયું હોવાનું કહી વિદ્યાર્થીઓને અંધારામાં રાખ્યા
લોકમાન્ય કોલેજના કાઉન્સિલરે વિદ્યાર્થીઓ સાથે કરી છેતરપિંડી
વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાનું કહી વિદ્યાર્થીઓ પાસેથી પડાવી ફી
અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓ એડમિશનના બહાને ફ્રોડનો શિકાર બન્યા છે. જેમાં લોકમાન્ય કોલેજના કાઉન્સિલરે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી છે. તેમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાનું કહી વિદ્યાર્થીઓ પાસેથી ફી પડાવી છે. જેમાં બે સેમેસ્ટર પૂર્ણ થયા પણ વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાતાં ઠગબાજનો ભાંડો ફૂટ્યો છે. કોલેજમાં એડમિશન થઈ ગયું હોવાનું કહી વિદ્યાર્થીઓને અંધારામાં રાખ્યા હતા.
સત્તાધીશોએ કાઉન્સિલર પર કેસ કરવાનું કહી હાથ અધ્ધર કર્યા
ઠગબાજે વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ ફીની રિસિપ્ટ આપી વિદ્યાર્થીઓનો વિશ્વાસમાં લીધા હતા. એડમિશન વિના વિદ્યાર્થીઓને કોલેજમાં લેક્ચરમાં હાજરી પણ આપતા હતા. તેમજ કોલેજની ઓફિસમાં તપાસ કરતા જાણ થઈ કે કાઉન્સિલર કોલેજમાંથી ફરાર થઈ ગયો છે. ઠગબાજના કારસ્તાનથી વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડ્યું છે. તેમજ કોલેજમાં જાણ કરતા કોલેજના સત્તાધીશોએ કાઉન્સિલર પર કેસ કરવાનું કહી હાથ અધ્ધર કર્યા છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલને એક વર્ષ પૂરુ
ગુજરાતમાં એનઈપી(ન્યૂ એજ્યુકેશન પોલિસી) એટલે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલને એક વર્ષ પૂરુ થવા જઈ રહ્યુ છે. નવી શિક્ષણ નીતિ શિક્ષણના ક્ષેત્રમાં ગેમ ચેન્જર પૂરવાર થશે તેવો દાવો થઈ રહ્યો છે. ગુજરાતની કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ નવી શિક્ષણ નીતિ પ્રમાણે અભ્યાસક્રમ પણ ભણવા માંડયા છે પરંતુ આ શિક્ષણ નીતિ અંગે હજી પણ તેમનામાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ આ અંગે કેટલી જાણકારી ધરાવે છે અને તેમનો કયા પ્રકારનો દ્રષ્ટિકોણ છે તે જાણવા માટે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના અધ્યાપક ડો.જ્યોતિ અચંતા અને ગાંધીનગરની એક ખાનગી યુનિવર્સિટીના પ્રોફેસર અને ડિરેકટર ડો.કિશોર ભાનુશાળીએ એમ.એસ.યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એસપી યુનિવર્સિટી સહિતની ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા 456 વિદ્યાર્થીઓનો એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં સામે આવેલી જાણકારી પ્રમાણે 25 ટકા વિદ્યાર્થીઓને તો નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ અંગે જાણકારી જ નથી. જ્યારે 43 ટકા જેટલા વિદ્યાર્થીઓ એનઈપીનુ ફુલ ફોર્મ પણ જણાવી શક્યા નહોતા.