ટ્રેન નંબર 09407/09408 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનટ્રેન નંબર 09408 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ સ્પેશિયલ 01 મે થી 29 જૂન 2024 સુધીટ્રેન નંબર 09407નું બુકિંગ 19 એપ્રિલ 2024થી IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ જશે
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ તેમ જ સુવિધાને ધ્યાનમાં રખીને ભુજ અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સમય સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે. ટ્રેન નંબર 09407/09408 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ કુલ 36 ફેરા કરશે.
ટ્રેન નંબર 09407 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 30 એપ્રિલ 2024થી 28 જૂન 2024 સુધી
ટ્રેન નંબર 09407 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 30 એપ્રિલ 2024થી 28 જૂન 2024 સુધી મંગળવાર અને શુક્રવારે ભુજથી સાંજના 17.00 વાગ્યે રવાના થઇને બીજા દિવસે બપોરના 12:20 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09408 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ સ્પેશિયલ 01 મે 2024થી 29 જૂન 2024 સુધી દર બુધવાર અને શનિવારે દિલ્હી સરાય રોહિલ્લાથી બપોરના 15:00 કલાકે રવાના થઇને બીજા દિવસે 11:30 વાગ્યે ભુજ પહોંચશે.
આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર જેવા વિવિધ સ્ટેશનો પર સ્ટેપેજ કરશે
રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં. બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી ગુડગાંવ અને દિલ્હી કૈંટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી. થર્ડ એસી, સ્લીપર તેમ જ જનરલ કલાસના કોચ હશે.
ટ્રેન નંબર 09407નું બુકિંગ 19 એપ્રિલ 2024થી IRCTC વેબસાઇટ પર થશે
ટ્રેન નંબર 09407નું બુકિંગ 19 એપ્રિલ 2024થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. બંને ટ્રેનોના પ્રસ્થાનનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in સાઇટ પરથી તપાસી શકે છે.