લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે આરોપીઓ કચ્છથી ઝડપાયા
વિકી ગુપ્તા અને સાગર પાલ નામના આરોપીની ધરપકડ
કચ્છના માતાના મઢ પાસેથી બન્ને આરોપીઓ ઝડપાયા

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બે આરોપીઓ કચ્છની ઝડપાયા છે. જેમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. તેમજ બન્ને આરોપીઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે. વિકી ગુપ્તા અને સાગર પાલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ કચ્છના માતાના મઢ પાસેથી બન્ને આરોપીઓ ઝડપાયા છે.

લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે આરોપીઓ કચ્છની ઝડપાયા

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ મુદ્દે કાર્યવાહી થઇ છે. જેમાં લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે આરોપીઓ કચ્છની ઝડપાયા છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. હવે બંને આરોપીઓને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસની ટીમે ગુજરાત જઈને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ વિકી ગુપ્તા અને સાગર પાલ છે. બંને આરોપી શૂટર બિહારના પશ્ચિમ ચંપારણના મસીહના રહેવાસી છે. આ બંને સામે અગાઉ પણ ચોરી, ચેઈન સ્નેચિંગ જેવા ગુના નોંધાયેલા છે.

આ કેસમાં મુંબઈ પોલીસે પનવેલમાંથી પણ બે લોકોની અટકાયત કરી હતી

આ કેસમાં મુંબઈ પોલીસે પનવેલમાંથી પણ બે લોકોની અટકાયત કરી હતી. આ બંનેએ સલમાનના ઘરે ગોળીબાર કરનારા શૂટરોને સેકન્ડ હેન્ડ બાઇક વેચી દીધી હતી. સલમાન ખાનનું ફાર્મહાઉસ પનવેલમાં જ છે, તેથી હવે પોલીસ એ પણ શોધી રહી છે કે શું શૂટિંગ સલમાનના ફાર્મહાઉસને પણ નિશાન બનાવવા માટે કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસની ટીમ 5 રાજ્યોમાં શૂટરોને શોધી રહી હતી. ગુજરાતના ભુજમાં સોમવારે રાત્રે આ બંને આરોપીઓની પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને મુંબઈ લાવવાની તૈયારી ચાલી રહી છે, મુંબઈમાં તેની પૂછપરછ કરવામાં આવશે.

જાણો સમગ્ર ઘટના:

રવિવારે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર બાઇક સવાર બે લોકોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા લોકોના નામ પણ બહાર આવ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સલમાનના ઘર પર ફાયરિંગ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાનો હાથ છે. રાજસ્થાનનો કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા અમેરિકામાં રહે છે. તેણે અમેરિકામાં બેસીને શૂટર્સનું પ્લાનિંગ અને ગોઠવણ કરી હતી. તેમને હથિયારો આપ્યા તેમજ સલમાન ખાનનું ઘર અને ફાર્મ હાઉસની રેકી કરવામાં મદદ કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *