મહુવાના કંટાસર ગામના યુવક સાથે બની ઘટના
રૂ.1 લાખ 41 હજાર ચુકવી યુવકે કર્યા હતા લગ્ન
પાલઘરની શીલા નામની યુવતી સાથે કર્યા હતા લગ્ન

ભાવનગરમાં લૂંટેરી દુલ્હને હાથફેરો કર્યો છે. જેમાં રૂપિયા 65 હજારનો હાર લઈ લૂંટેરી દુલ્હન ફરાર થઇ છે. મહુવાના કંટાસર ગામના યુવક સાથે આ ઘટના બની છે. રૂપિયા 1 લાખ 41 હજાર ચુકવી યુવકે લગ્ન કર્યા હતા. જેમાં પાલઘરની શીલા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમાં લગ્નના ત્રીજા દિવસે જ લૂંટેરી દુલ્હને હાથફેરો કર્યો હતો. જેમાં ઘરના કબાટમાંથી 65 હજારનો હાર લઈ રફુચક્કર થતા તુલસી બલર નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વલસાડની 4 મહિલા તથા સુરતના દંપતી સહિત 7 સામે ફરિયાદ કરવામાં આવી
વલસાડની 4 મહિલા તથા સુરતના દંપતી સહિત 7 સામે ફરિયાદ કરવામાં આવી છે. તેથી મહુવા પોલીસે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે લગ્ન માટે 1,41,000 રૂપિયાની રકમ ચૂકવીને મુંબઈ પાલઘરથી શીલા નામની યુવતી સાથે લગ્ન કરીને દુલ્હનને ભાવનગર કંટાસર ગામ ખાતે પરણીને લાવ્યો હતો. જેમાં લગ્નના ત્રીજા દિવસે યુવકને વિશ્વાસમાં લઈને કબાટમાંથી 65 હજાર રૂપિયાનો હાર ચોરી દુલ્હન ગાયબ થઈ છે. તેથી તુલસી બલર નામના યુવકે મહુવા રૂલર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્લાનિંગ મુજબ ફોટોગ્રાફ્સ તેમજ રૂપિયાની માંગ કરીને સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું
લગ્નની છેતરપિંડીમાં પ્લાનિંગ મુજબ ફોટોગ્રાફ્સ તેમજ રૂપિયાની માંગ કરીને સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેથી ફરિયાદીએ વલસાડની ચાર મહિલા તેમજ સુરતના પતિ-પત્ની અને લુટેરી દુલ્હન મળી કુલ 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. લગ્ન કરી આપવાની લાલચે અવાર-નવાર આ પ્રમાણેના કિસ્સાઓ બહાર આવતા હોય છે. તેથી લગ્ન વાચ્છુક યુવાનોને ચેતતા રહેવુ જોઇએ તેવી લોકચર્ચા શરૂ થઇ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *