પોલીસ કર્મચારીએ પરિવારજનને આપ્યો ઉડાઉ જવાબ
અત્યારે સ્ટાફ નથી, આવે ત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલશું: પોલીસ
સરથાણા પોલીસની બેદરકારીથી પરિજનોને હાલાકી

સુરતમાં સરથાણા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં 22 કલાકથી પોસ્ટમોર્ટમ માટે 2 મૃતદેહ રઝળતા રહ્યા છે. પોલીસ કર્મચારીએ પરિવારજનોને ઉડાઉ જવાબ આપ્યો છે. જેમાં અત્યારે સ્ટાફ નથી, આવે ત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલશું. જેમાં સરથાણા પોલીસમથકની હદમાં અકસ્માત થયો હતો.

પોલીસના ઉડાઉ જવાબ પ્રકરણમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરએ નોંધ લીધી 

સરથાણા પોલીસના ઉડાઉ જવાબ પ્રકરણમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરએ નોંધ લીધી છે. જેમાં ગંભીરતા પારખીને તાપસ ACP A ડિવિઝનને સોપાઇ છે. તેમજ ઇનચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીરે સરથાણા પોલીસને કોલ કર્યો હતો. જેમાં કર્મચારીોને સિવિલ હોસ્ટિપલ દોડાવ્યા હતા. તેમજ પોસ્ટમોટમ કાર્યવાહી શરૂ કરાઈ હતી. તથાસમગ્ર તાપસ 48 કલાકમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર હશે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીનો આદેશ આપ્યો છે. 

ડાયમંડનગર પાસે અકસ્માતમાં બન્નેના મોત થયા

ડાયમંડનગર પાસે અકસ્માતમાં બન્નેના મોત થયા હતા. જેમાં સરથાણા પોલીસની બેદરકારીથી પરિજનોને હાલાકી પડી રહી છે. તેમાં 22 કલાકથી પોસ્ટમોર્ટમની બે મૃતદેહ વાર જોઈ રહ્યાં છે. અત્યારે સ્ટાફ નથી, આવે ત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીશુંનો સરથાણા પોલીસનો ઉડાઉ જવાબ સામે આવ્યો છે. જેમાં પોલીસની બેદરકારીના કારણે સાયણનો પરિવાર અટવાઈ રહ્યો છે. તેમજ મૃતદેહ પોસ્ટ મોર્ટમની રાહમાં રઝળતો રહ્યો છે. હજી પણ અંતે પોસ્ટમોર્ટમ તો થયું જ નહીં.

અકસ્માત થતા મોતનો મલાજો પણ રાખવામાં આવ્યો નથી

વારંવાર અતસ્માત અને ચોરીની ઘટના બાબતે પોલીસ સ્ટેશનનો વિવાદ સામે આવી રહ્યો છે. જેમાં સરથાણા પોલીસની આ રીત લોકોને પરેશાન કરી રહી છે. એક તરફ પોલીસે લોકોની મદદ કરવી જોઇએ અને સેવા આપવાની વાત છે તેમાં પોલીસની આ પ્રકારની કામગીરીથી લોકોમાં રોષ ફેલાયો છે. જેમાં અકસ્માત થતા મોતનો મલાજો પણ રાખવામાં આવ્યો નથી તેવી લોક ચર્ચા સ્થાનિકોમાં થઇ રહી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *