– આજે
વિશ્વ હિમોફિલિયા દિવસ
– સુરતની
નવી સિવિલમાં એક વર્ષમાં હિમોફીલિયાના દર્દીઓને અંદાજિત પાંચ કરોડ ઇન્જેક્શન અપાયા
સુરત :
હીમોફીલિયા
લોહીનો વારસાગત રોગ છે. જેમાં લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ખામીયુક્ત હોય છે.
જ્યારે આ બિમારી અંગે જાગૃતિ આવે તે માટે
દર વર્ષે ૧૭ એપ્રિલના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોકે
સુરતમાં ૫૫૦ થી વધુ વ્યક્તિ હિમોફિલિયાની બીમારીથી પીડાઇ છે. તો કે સિવિલ
હોસ્પિટલમાં હિમોફિલિયા સેન્ટરમાં એક વર્ષમાં અંદાજિત પાંચ કરોડ ફેક્ટર એટલે
ઇન્જેક્શન દર્દીઓને આપવામાં આવ્યા હતા.
હીમોફીલિયા
લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ખામી છે. જોકે ફેક્ટર આઠની ખામીને હીમોફીલિયા એ કહેવાય
છે અને સેક્ટર ૯ ની ખામીને હીમોફીલિયા બી કહેવાય છે. જ્યારે સુરત નવી સિવિલ
હોસ્પિટલમાં હીમોફીલિયા સેન્ટરમાં ૫૫૦ વ્યક્તિઓ સારવાર માટે આવે છે. જેમાં ૩૫૦
દર્દી રેગ્યુલર સારવાર માટે આવતા હોય છે. જેમાં હીમોફિલિયા એના ૨૪૫, હીમોફિલિયા બીના ૪૩
અને અન્યના ૪૪ દર્દી છે. ભારતમાં અંદાજિત પાંચ લાખ વ્યક્તિઓ છે. જોકે ગુજરાતમાં છ
હજાર વ્યક્તિઓ અને સુરત માં ૫૫૦ થી વધુ વ્યક્તિઓ હીમોફીલિયાથી પીડાઈ રહ્યા છે.
જેમાં ૯૦થી૧૦૦ બાળકોનો સમાવેશ થાય છે. એવું સિવિલના બાળકો વિભાગના વડા ડો.
જીગીષાબેને પાટોડીયાએ જણાવ્યું હતું.
નવી
સિવિલ હોસ્પિટલના હિમોફીલિયા સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં ૨૦૦ થી વધુ દર્દીઓ
અવારનવાર સારવાર માટે આવ્યા હતા. આ દર્દીઓને સારવાર માટે ખૂબ ઉપયોગી વિવિધ
પ્રકારના ફેક્ટર એટલે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જોકે સરકાર દ્વારા અંદાજિત એક
વર્ષમાં પાંચ કરોડના ઇન્જેક્શન હિમોફીલિયાના
દર્દીઓને વિના મૂલ્ય સિવિલ ખાતે આપવામાં આવ્યા હતા. જયારે વરાછાના બે યુવાન અને નવસારીનો એક યુવાન
મળી ત્રણ દર્દીની સિવિલના ઓર્થોપેડિકના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવી હતી. આ
ત્રણે દર્દીઓને દોઢ કરોડથી વધુના ઇન્જેંકશન આપવામાં આવ્યા હતા. એવું સિવિલના તબીબી
અધિક્ષક ડો. ગણેશ ગોવેકરએ કહ્યું હતું. જયારે હેમોફીલીયા સોસાયટી અને શ્રી
ગણપતશંકર ઇચ્છારામ મજમુદાર દ્રારા વિશ્વ હિમોફિલિયા દિવસ નિમિત્તે નવી સિવિલના
હિમોફિલિયા સેન્ટરમાં આવતીકાલે બુધવારે સવારે ૧૨ વર્ષથી નાની ઉંમરમાં હિમોફિલિયાના
દર્દીઓને ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે. એવુ સિવિલના ડો. ક્રિષ્ટીન
ગામીતે કહ્યુ હતું.