સુરત
મહિધરપુરાના મકાનમાં વિદેશી-આંતરરાજ્યની મહિલાઓને રાખીને
કુટણખાનું ચલાવતા પકડાયેલા ચાર આરોપીએ નિયમિત જામીન માંગ્યા હતા
રહેણાંક
વિસ્તારમાં વિદેશી તથા આંતરરાજ્યની મહીલાઓને રાખીને દેહવ્યાપાર કરાવી ઈમોરલ
ટ્રાફીક એક્ટનો ભંગ કરવાના ગુનામાં મહીધપુરા પોલીસે જેલભેગા કરેલા ચાર આરોપીઓની
નિયમિત જામીનની માંગને એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.
મહીધરપુરા
પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી તથા આંતર રાજ્યની મહીલાઓને
રાખીને રહેણાંક વિસ્તારમાં કુટણખાનું ચલાવતા આરોપી સંચાલક જીગર રમેશચંદ્ર ગાંધી,દલાલો તથા નહીં
પકડાયેલા દલાલો આોપી વિક્કી ઉર્ફે અમિત શો વિશ્વનાથ શો,શેખર
ચુડામલ સાલુંકે વગેરેએ મોબાઈલ પર મહીલાના ફોટા તથા રેટકાર્ડ મુકીને ગ્રાહકોને શરીર
સુખ માણવા લલચાવીને દેહવ્યાપારનો ધંધો કરતાં હતા.મહીધપુરા પોલીસે ઈમોરલ ટ્રાફીક
પ્રિવેન્શન એક્ટના ભંગ તથા ઈપીકો-370,370(ક)(2)ના ગુનામાં ગઈ તા.૫મી એપ્રિલના રોજ આરોપી સંજયકુમાર દિપક પટેલ(રે.ગાયત્રી
સોસાયટી,પાલનપુર પાટીયા),ખીરોદકુમાર
માયાધર નાયક,રબુલમંડલ આલીમંડલ(રે.નુરમીયા મસ્જિદ ભાગળ ચાર
રસ્તા)નુરમોન્ડલ જીસાદઅલી મોન્ડલ(રે.ભરીમાતા રોડ ફુલવાડી)ને જેલભેગા કર્યા
હતા.હાલમાં જેલવાસ ભોગવતા ઉપરોક્ત ચારેય આરોપીઓએ જામીન માટે માંગ કરી હતી.જેના
વિરોધમાં સરકારપક્ષે એપીપી ભરતસિંહ ચાવડાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી
જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા કમિશનથી પીડીત મહીલાઓને ભાડાની રૃમમાં રાખીને
ગ્રાહકોને મોબાઈલ દ્વારા શરીર સુખ માટે લલચાવીને કુટણખાનું ચલાવી દેહવ્યાપાર
કરાવતા હતા.જેથી આરોપીઓ દ્વારા આંતર રાજ્યની મહીલાઓ ઉપરાંત વિદેશી મહીલાઓને
પણ લાવીને રહેણાંક વિસ્તારમાં કુટણખાનું
ચલાવતા ઝડપાયેલા છે.આરોપીઓ પરપ્રાંતીય હોઈ જામીન આપવાથી નાસી ભાગી જવાની તથા ફરી
આવા ગુનાઈત પ્રવૃત્તિમાં સંડોવાય તેવી સંભાવના છે.