સુરત

સાત વર્ષ પહેલાં પરિવાર સાથે સુરતથી ભાવનગર લકઝરી બસમાં જતી
વખતે બસ ચાલકે કંટ્રોલ ગુમાવતા બસ ઝાડ સાથે ભટકાઇ હતી

    

સાતેક
વર્ષ પહેલાં લકઝરી બસના ચાલકે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાથી જાન ગુમાવનાર મેડીકલ
સ્ટોર્સના સંચાલકના વારસોએ કરેલી
50 લાખના અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી
જજ પ્રણવ એસ.દવેએ અંશતઃ માન્ય રાખી વાર્ષિક
7.5 ટકાના વ્યાજ સહિત
રૃ.
35.78 લાખ વળતર ચુકવવા લકઝરી બસચાલક,માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.

ઉત્રાણ ખાસે
સિલ્વર પેલેસમાં રહેતા તથા વરાછા હીરાબાગ ખાતે મેડીકલ સ્ટોર્સના સંચાલક ૫૦ વર્ષીય અશોકભાઈ
વલ્લભ દીયોરા ગઈ તા.
22-11-2017ના રોજ પોતાના પરિવારના સભ્યો સાથે ઉમિયા ટ્રાવેર્લ્સના સંચાલક વિમલભાઈ હરીભાઈ
જાગાણી (રે.સરગમ ડોક્ટર હાઉસ
,હીરાબાગ વરાછા)ની માલિકીની લકઝરી
બસના ચાલક જીગ્નેશ જે.ધામેલીયા(રે.વાલુકડ
,તા.પાલીતાણા જિ.ભાવનગર)ની
બસનાં બેસી સુરતથી ભાવનગર જતા હતા.જે દરમિયાન બોરસદ તાલુકાના પીપાલી ગામ પાસે બસચાલકને
બસ પરથી કંટ્રોલ ગુમાવતા લકઝરી બસ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં
અશોકભાઈ દિયોરાનું ગંભીર ઈજાથી મોત નિપજ્યું હતુ.

જેથી
મૃત્તકના વિધવા પત્ની ચંદ્રીકાબેન
,પુત્ર ક્રુનાલ,પિતા વલ્લભભાઈ ઝવેરભાઈ દીયોરા વગેરેએ
લકઝરી બસના ચાલક
,માલિક તથા નેશનલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી
વાર્ષિક
9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.50 લાખનો
ક્લેઈમ કર્યો હતો.જેની સુનાવણી દરમિયાન અરજદારો તરફે જણાવ્યું હતું કે મૃત્તકની વય
50 વર્ષની હતી.જ્યારે મેડીકલ સ્ટોર્સ ચલાવીને વાર્ષિક 3.17 લાખની આવક ધરાવતા હતા.જેથી મૃત્તકના આકસ્મિક નિધનથી પરિવારના સભ્યોએ ઘરનો
મોભી ગુમાવવા સાથે નાણાંમાં ન પુરી શકાય તેવી કાયમી ખોટ અનુભવી રહ્યા છે.જેથી
ટ્રીબ્યુનલ કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા મૃત્તકની વય
,આવકને
ધ્યાને લઈ મૃત્તકના વારસોને વાર્ષિક
7.5 ટકાના વ્યાજ સહિત 35.78 લાખ વળતર ચુકવવાનો હુકમ કરી લકઝરી બસચાલક,માલિક તથા
વીમા કંપનીની સંયુક્ત તેમ જ વિભક્ત જવાબદારી હોવાનો નર્દેશ આપ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *