અમદાવાદ, સોમવાર

સરસપુરમાં ચાર મિત્રો ચા પીવા હતા તે સમયે શખ્સે આવીને કોઇ કારણ વગર છરીના ઘા મારતાં ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાતક હુમલો કરીને આરોપી ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગરબા રમતી વખતે બીજા યુવક સાથે તકરાર થતાં સમાધાન થયું હતું,  બીજા દિવસે લેવા દેવા વગર આરોપીએ છરીના આડેધડ ઘા મારતા ત્રણ ઘાયલ

સરસપુરમાં રહેતા યુવકે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં સરસુપરમાં રહેતા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૩ના રોજ  ફરિયાદી સરસપુર ચાર રસ્તા પાસે ચૈત્રી નવરાત્રી નિમિતે ગરબાનો કાર્યક્રમ હોવાથી મિત્રો સાથે ત્યાં ગયો હતો. જેમાં ગરબા ગાતી વખતે એક યુવકે બીજા યુવકને મસ્તીમાં ટપલી મારતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જો તે જે તે સમયે સમાધાન પણ થઇ ગયું હતું.

ત્યારબાદ બીજા દિવસે ચાર મિત્રો સાથે ચા પીતા હતા તે સમયે આરોપી ત્યાં આવ્યો હતો. અને ફરિયાદીના મિત્રને છરીના ઘા મારવા લાગ્યો હતો. જેથી અન્ય મિત્રો તેને પકડવા જતા આરોપીએ આડેધડ છરી ફેરવતા બે યુવકોને છરીના ઘા વાગ્યા હતા આ હુમલામાં ફરિયાદી સહીત ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે શહેરકોટડા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *