અમદાવાદ, શનિવાર
પ્રેમદરવાજા પાસે આવેલી સોનીની દુકાને ભર બપોરે બે મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને બુટ્ટી વેચવાની તે સાંજે લઇને આવીશું કહ્યું હતું. જેથી વૃદ્ધ સોની બાથરૃમમાં ગયા હતા અને મહિલાઓ નજર ચૂકવીને દાગી ઉપર મૂકેલા રોકડા રૃા. ૧૩,૦૦૦ અને ચોદીના ચોરસા ભરેલી થેલી લઇને નાસી ગઇ હતી. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વેપારીની ગાદી ઉપર મૂકેલી રોકડા રૃા.૧૩,૦૦૦ અને ચાંદી સહિત રૃા. ૪૫,૦૦૦ ભરેલી થેલી લઇ મહિલાઓ ભાગી ગઇ
પ્રેમદરવાજા પાસે અને ઘરમાં જ સોની સોના-ચાંદીની દુકાન ધરાવી ધંધો કરતા વૃદ્ધે માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણી બે મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૯ માર્ચે તેઓ ધંધાના કામે માણેકચોક જઇ રહ્યા હતા. ત્યારે કપડાની થેલીમાં રોકડા રૃા. ૧૩,૦૦૦ અને ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૪૫ હજાર મૂક્ેલા હતા અને તે થેલી દુકાનમાં ગાદી ઉપર મૂકી હતી. તે સમયે બે અજાણી મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં દુકાને આવી હતી. અને મારે સોનાની બુટ્ટી વહેચવી છે તેમ કહ્યું હતું.
જેથી ફરિયાદી સોનીએ હા પાડતા મહિલાએ હાલમાં બુટ્ટી લાવ્યા નછી સાંજે લેતા આવીશુ તેમ કહ્યુ હતું ત્યારબાદ વૃદ્ધ સોની બાથરૃમમાં ગયા હતા અને પરત આવ્યા તે સમયે કપડાની થેલી ગાયબ હતી જેમાં રોકડ અને ચાંદીના દાગીના હતા આવીને જોતા જાણ થઇ કે અજાણી મહિલાઓ તે થેલી લઇને ફરાર થઇ ગઇ હતી. આ ઘટના અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.