– પૃથ્વીરાજ પછી અક્ષયની વધુ એક મેગા ફલોપ

– 300 કરોડના બજેટમાંથી અડધો ખર્ચ માંડ કીઢી શકશેઃ અક્ષયની કારકિર્દી પર પ્રશ્નાર્થ

મુંબઇ : અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પહેલા વીક એન્ડમાં ૫૦ કરોડના કલેક્શન પર પહોંચવામાં જ હાંફી ગઈ છે.  આ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પછી અક્ષયની વધુ એક મેગા ફલોપ પુરવાર થાય તેવી સંભાવના છે. તેના કારણે અક્ષયની કારકિર્દી પર પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. 

ઇદની રજાને ધ્યાનમાં રાખીને   ૨૫૦૦ સ્ક્રીન્સ પર આ ફિલ્મન રીલિઝ કરાઈ હતી. એક જમાનામાં અક્ષયની ફિલ્મ પહેલા જ દિવસે પચ્ચીસથી ૩૦ કરોડનું ઓપનિંગ લેતી હતી. તેને બદલે આ ફિલ્મને પહેલા દિવસે ૧૨થી ૧૫ કરોડની કમાણી પણ માંડ થઈ હતી. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર આ આંકડા પણ કોર્પોરેટ બૂકિંગના કારણએ હતા કારણ કે થિયેટર્સમાં ઓક્યુપેન્સી માંડ ૩૫થી ૫૦ ટકા જ હતી. તે પછી શનિ-રવિમાં પણ ફિલ્મની કમાણી ફિક્કી રહી છે. રવિવાર જેવા દિવસે પણ બપોરના શોમાં માંડ ૨૦ ટકા થિયેટર ભરાયું હતું. તે પરથી આ ફિલ્મ બહુ મોટું ડિઝાસ્ટર પૂરવાર થશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.  આ ફિલ્મની સૌથી વધુ કમાણી ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆરથી છે. પરંતુ મુંબઇ,કાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં આ ફિલ્મે પછાટ ખાધી છે. 

 પાછલાં બે-ત્રણ વર્ષમાં અક્ષયે ભાગ્યે જ કોઈ હિટ ફિલ્મ આપી છે. તેની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પણ  જંગી બજેટમાં બનેલી હતી અને માંડ બે-ચાર દિવસમાં ટિકિટબારી પર ફસડાઈ પડી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *