– કેટલાકે કહ્યું અનુષ્કા શર્માનું મેલ વર્ઝન લાગે છે
– દિલજીતની કોન્સર્ટમાં તેનો બદલાયેલો ચહેરો જોઈ પ્રશંસકો ભારે નારાજ થયા
મુંબઇ : રાજકુમાર રાવનો બદલાયેલો લૂક વાયરલ થયો છે. તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અટકળો વ્યક્ત થઈ રહી છે.
રાજકુમાર રાવ બોલીવૂડનો લોકપ્રિય અભિનતા છે. તેની સાદગી અને નેચરલ એકટિંગથી દર્શકો તેના પર ફિદા છે. અભિનેતા હાલમાં દિલજીત દોસાંજની એક કોન્સર્ટમાં સામેલ થયો હતો ત્યારની તેની તસવીરો અને વીડિયો વાયરલ થતા ંજ તેના પ્રશંસકો આશ્ચર્યમાં પડી ગયા છે.
સીધો સાદો લુક ધરાવતો રાજકુમાર રાવનો દેખાવ અચાનક જ બદલાઇ ગયેલો જણાય છે. રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનો દાવો સોશયલમીડિયાના યુઝર્સ કરી રહ્યા છે.
તેમનુંકહેવું છે કે, રાજકુમાર રાવે ચિન ઇમ્પ્લાન્ટ કરાવી છે. રાજકુમાર રાવના લુકથી તેના પ્રશંસકો નારાજ છે. તેમનું કહેવું છે કે, અભિનેતાએ તેનો ચાર્મ ગુમાવી દીધો છે.તેના દેખાવની સખરામણી ફાઇટરના વિલન ઋષભ સહાની સાથે કરવામાં આવી રહી છે. તો ઘણા તેને અનુષ્કા શર્માના મેલ વર્ઝનકહી રહ્યા છે.આવું કરાવાની તેને શું જરૂર પડી તેવો સવાલ યૂઝર્સ દ્વારા થઈ રહ્યો છે.
કેટલાક લોકોએ ટિપ્પણી કરી હતી કે રાજ કુમાર રાવે યાદ રાખવું જોઈએ કે લોકો તેની એક્ટિંગ જોવા માટે આવે છે, તેનો ચહેરો કેવો સૌમ્ય લાગે છે તે જોવા નહીં. તે ગમે તેવી સર્જરી કરાવે પરંતુ ક્યારેય હૃતિક રોશન કે શાહિદ કપૂર જેવો પણ દેખાવાનો નથી.