– મૂળ
અમરેલીના સાવરકુંડલાના બ્રેઇનડેડ કિરણકુમાર વેકરીયાના લિવર
, કિડની અને ચક્ષુઓનું
પરિવારે દાન કર્યુ

સુરત,:

પાસોદરા
ખાતે રહેતા લેઉવા પટેલ સમાજના આધેડના લિવર
, કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ
વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવીને સમાજને નવી દિશા બતાવી હતી.

મુળ
અમરેલી જીલ્લામાં સાવરકુંડલા તાલુકામાં મોલડી ગામના વતની અને હાલમાં પાસોદરા
પાટીયા પાસે ખોલવડ રોડ ઓપેરા રોયલ રેસીડેન્સીમાં રહેતા ૪૬ વર્ષીય કિરણકુમાર
રમેશભાઈ વેકરીયા મકાન લે-વેચની દલાલી કરતા હતા. જોકે ગત તા. ૧૧મીએ  વરાછા રોડ સીમાડા નાકા પાસે ખોડલ રેસ્ટોરન્ટમાં
ટીફીન  લઇને બાઇક પર ઘરે આવવા નીકળ્યા હતા.
ત્યારે લસકાણા રેલ્વે બ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત
સર્જાયો હતો. જેમાં તેમને માથામાં ઈજા થતા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં કામરેજ
ખાતેની હોસ્પિટલમાં  ખસેડાયા હતા.ત્યાં વધુ
સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં
તેમનુ સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું
નિદાન થયું હતું. બાદમાં રવિવારે ત્યાં ન્યુરોસર્જન સહિતના ડોકટરે તેમને  બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

ત્યારબાદ
ડોનેટ લાઈફની ટીમે જાણ થતા હોસ્પિટલ પહોંચી કિરણકુમારના પરિવારના અન્ય સભ્યોને
અંગદાનનું મહત્વ સમજાવતા સમંતિ આપતા લિવર સુરતની ખાનગી હોસ્પિટલને
, બે કિડની
અમદાવાદની  હોસ્પિટલને ફાળવવામાં આવી હતી.
જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકએ સ્વીકાર્યું કર્યુ હતું. જયારે દાનમાં
મળેલું  લીવરનું  મુંબઈના રહેતા ૫૯ વર્ષીય વ્યક્તિમાં
ટ્રાન્સપ્લાન્ટ  કરવામાં આવ્યુ હતુ. જયારે
દાનમાં મળેલી બે કિડનીનું અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં બે જરૃરિયાતમંદ દર્દીઓમાં
ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જયારે કિરણકુમારના પિતા રમેશભાઈ
(ઉં.વ.૬૫) નિવૃત જીવન ગાળે છે, તેમની માતા લાભુબેન
નવેમ્બર ૨૦૨૩માં અવસાન થયુ હતુ. તેમનો ભાઈ દિનેશભાઈ(ઉ-વ-૩૮)ની વરાછામાં
આઈસ્ક્રીમની દુકાન છે. તેની બહેન ચંદ્રિકા (ઉ.વ-૪૨) અને આશા (ઉ.વ ૪૦ )જેઓ પરણિત
છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *