– ટયુશન ક્લાસના ધો. 10-12 ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દીવ, સોમનાથ, ગીરનો પ્રવાસ કરી પરત જઈ રહ્યા હતા
– મહુવાના દેવળિયા ગામ નજીક ટ્રકચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા, ઈજાગ્રસ્તોને મહુવાની હનુમંત હોસ્પિટલ ખસેડાયા
બનાવ સંદર્ભે મળતી વિગત મુજબ વડોદરા શહેરના તરસાલી, સુસેશન રીંગ રોડ, પરમેશ્વર પ્યુપ્લેક્ષમાં રહેતા અને રહેણાંકની બાજુમાં જ આવેલા પરમેશ્વર કોમ્પલેક્ષમાં શ્રીજી ગુ્રપ ક્લાસીસી નામનું ટયુશન ક્લાસ ચલાવતા કેતનકુમાર કિરીટકાંત પરીખ (ઉ.વ.૫૨)એ તેમના ટયુશન ક્લાસમાં આવતા ધો.૧૦ અને ૧૨ના ૨૫ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે સાસણ ગીર, સોમનાથ, દીવનો પ્રવાસ ગોઠવી ટયુશન ક્લાસના સંચાલક કેતનકુમાર પરીખ અને તેમના પત્ની અંજલીબેન ગત તા.૧૧-૪ના રોજ રાત્રિના સમયે શિવમ ટ્રાવેલ્સની બસ નં.જીજે.૦૬.બીટી.૧૬૫૧ લઈ વડોદરાથી નીકળી બીજા દિવસે તા.૧૨-૪ના રોજ સાસણ ગીર પહોંચી ત્યાં જ રાત્રિ રોકાણ કરી તા.૧૩-૪ના રોજ સોમનાથ અને દીપ ફરવા ગયા હતા. અહીંથી રાત્રિના નવેક વાગ્યે વિદ્યાર્થીઓની ખાનગી લકઝરી બસ વડોદરા પરત જવા નીકળી ત્યારે તા.૧૪-૪ની શરૂ રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં મહુવા તાલુકાના દેવળિયા ગામ પાસે વડવાળા પેટ્રોલપંપ નજીક હાઈવેના વન-વે રોડ ઉપરથી પસાર થઈ રહી હતી. ત્યારે બેફામ ગતિએ આવી રહેલ ટ્રક નં.જીજે.૧૧.યુ.૭૯૯૪ના ચાલકે બસ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જે બનાવમાં દંપતી, બસના ચાલક નંદકિશોરભાઈ બાલુભાઈ ભટ્ટ અને ૨૫ પૈકીના ૧૬ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થતાં તેમને લોકોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વારાફરતી મહુવાની હનુમંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં બસ ડ્રાઈવર નંદુકિશોરભાઈ ભટ્ટને મોઢાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ બોલી શકતા ન હોય, વધુ સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રકના ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. જો કે, ઈજા થઈ હોવા છતાં શખ્સ ટ્રક મુકી નાસી ગયો હતો.
બનાવ સંદર્ભે કેતનકુમાર પરીખે ટ્રકના ચાલક સામે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૨૭૯, ૩૩૭, ૩૩૮, એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, મોડી રાત અને પ્રવાસના ઠાકના કારણે વિદ્યાર્થીઓ બસમાં ઊંઘતા હતા. ત્યારે ધડાકાભેર અકસ્માત સર્જાયો વિદ્યાર્થીઓ મોત ભાળી ગયા હતા.
અકસ્માતમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોની યાદી
ક્રિષ્નાબેન નરેન્દ્રભાઈ વણકર
લક્ષ મહેશભાઈ પ્રજાપતિ
ધુ્રવી નિલેશભાઈ પ્રજાપતિ
દર્શન રાકેશકુમાર બારૈયા
ઓમ દીપકભાઈ ગુરવ
કિંજલબેન પ્રદ્યુમનભાઈ જયસ્વાલ
નિક્કીબન જીજ્ઞોશભાઈ પટેલ
મંથક રાજાભાઈ વાઘેલા
દિવ્યાંગીની દિલીપભાઈ પંચાલ
ત્રિશાબેન વિરેન્દ્રસિંહ રાઉલજી
તીર્થ કનુભાઈ ચૌધરી
દિશાબેન કમલેશભાઈ પટેલ
પૂર્વા પ્રિતમભાઈ શીમ્પી
હિનાબેન બળદેવભાઈ પરમાર
ક્રિષ્નાબેન કુંતલભાઈ શાહ
અમિશા ચતુરભાઈ સોલંકી
કેતનકુમાર કિરીટકાંત પરીખ
અંજલીબેન કેતનકુમાર પરીખ
નંદકિશોર બાલુભાઈ ભટ્ટ
ટ્રકનો અજાણ્યો ચાલક
બન્ને વાહન ટોટલ લોસ, ટ્રાફિકજામ
સાસણ ગીર, સોમનાથ અને દીવનો પ્રવાસ કરી પરત વડોદરા જઈ રહેલી વિદ્યાર્થીઓની બસ સાથે ટ્રકના ડ્રાઈવરે કાવુ મારી ધડાકાભેર અકસ્માત સર્જતા બન્ને વાહનનો આગળનો ભાગ ટોટલ લોસ થઈ ગયો હતો. વન-વે રોડ પર અકસ્માત થવાથી બન્ને સાઈડમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં મહુવા પોલીસ દોડી જઈ વાહનને ટોઈંગ કરી સાઈડમાં મુકાવી વાહનવ્યહાર પૂર્વવત કરાવ્યો હતો.