– ચૂંટણી અને તહેવારોને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

– વહિવટી તંત્ર દ્વારા કોમી એખલાસ માટે શાંતિ સમિતિની બેઠક યોજી

આણંદ : આણંદ જિલ્લાના ખંભાતમાં આગામી ૧૭મી એપ્રિલને બુધવારના રોજ રામનવમી પર્વને લઈને શોભાયાત્રા નિકળવાની છે.આ શોભાયાત્રા નિકળતા પહેલા અતિસંવેદનશીલ ગણાતા ખંભાતમાં શાંન્તિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી. જેમાં ખંભાત શહેરના મુસ્લીમ આગેવાનો  સહિત પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આણંદ જિલ્લાની નવાબી નગરી ખંભાતમાં આગામી ૧૭મી એપ્રિલના રોજ રામનવમી પર્વને લઈ સઘન બંદોબસ્ત હાથધરાયો છે. એક તરફ તહેવારો અને બીજી તરફ લોકસભાની સામાન્ય ચૂંટણી હોવાથી ખંભાત તથા અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં કડક બંદોબસ્ત હાથધરવામાં આવ્યો છે. 

વહિવટી તંત્ર દ્વારા શોભાયાત્રા અને ચૂંટણી સંદર્ભે સંવેદનશીલ વિસ્તારોનું ચેકિંગ હાથધરવામાં આવ્યું હતું, જ્યારે ખંભાત શહેરના મુસ્લીમ આગેવાનો અને નગરપાલિકાના અધિકારીઓ વચ્ચે શાંન્તિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી. 

આ શોભાયાત્રા યોજાય તે પહેલા વહિવટીતંત્ર દ્વારા તથા નગરપાલિકા દ્વારા ખંભાતમાં રહેતા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, સોશ્યલ મીડિયામાં યુવાનો દ્વારા જાતિ કે ધર્મ વિરુધ્ધ લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક મેસેજ, વીડિયો વાયરલ ન કરવા , બીજી રીતની અફવાઓ ન ફેલાવવી કે અફવા ઉપર ધ્યાન પણ ન આપવું, ધાર્મિક સ્થળો પાસેથી ડી જે વગાડવા કે અટકચાળા કરતવા બાબતે પણ તંત્ર દ્વારા સુચન આપવામાં આવ્યું હતું.

 જ્યારે ખંભાત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમગ્ર ખંભાતના નાગરીકોને કોમી એખલાસના વાતાવરણ વચ્ચે પર્વ શાંતિપૂર્ણ ઉજવવા અપીલ કરી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *