Image Source: Twitter
હમાસ સાથેનુ ઈઝરાયલનુ યુદ્ધ પુરુ નથી થયુ અ્ને મિડલ ઈસ્ટ વધુ એક સંઘર્ષ તરફ ધકેલાઈ રહ્યું છે.
ઈરાને ઈઝરાયલ પર કરેલા હુમલાએ ભારતની ચિંતા પણ વધારી દીધી છે. કારણકે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વકર્યું તો તે ભારત માટે પણ સારા સંજોગો નહીં હોય. ભારતે બંને દેશોના ટકરાવ પર ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ 22000 ભારતીયો આ બંને દેશોમાં હાલમાં છે. આ પૈકી 18000 ભારતીયો ઈઝરાયલમાં અને 4000 ભારતીયો ઈરાનમાં છે.
જો ઈઝરાયલ અને ઈરાન વચ્ચે નો ટકરાવ પૂર્ણ સ્તરના યુદ્ધમાં ફેરવાશે તો આ ભારતીયોને દેશમાં પાછા લાવવાનો પડકાર ભારત સરકાર સામે સર્જાશે. ઈઝરાયલમાં રહેતા ભારતીયો માટે તો ભારત સરકારે એક એડવાઈઝરી પણ બહાર પાડીને કહ્યું છે કે, ઈઝરાયલમાં રહેતા તમામ ભારતીયો શાંત રહે અને હવાઈ હુમલા થાય તો ઈઝરાયલની સરકારે બહાર પાડેલા પ્રોટોકોલનુ પાલન કરે.
હાલ તો ભારતનું ઈઝરાયલ સ્થિત દૂતાવાસ તમામ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. આ ઉપરાંત ભારત સરકારે તેમની મદદ માટે ઈમરજન્સી હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યા છે.