ICC Champions Trophy 2025 India-Pakistan Controversy : આવતા વર્ષે પાકિસ્તાનની યજમાની હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી-2025 રમાવાની છે. જોકે ભારતે પાકિસ્તાનમાં મેચો રમવાની ના પાડ્યા બાદ પડોશી દેશની મુશ્કેલી વધી ગઈ છે. પાકિસ્તાને પોતાના દેશમાં જ ટ્રોફી રમાડવાની જીદ પકડી છે, તો ભારતે પણ કડક વલણ અપનાવી ખેલાડીઓને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આ ઉપરાંત તેણે હાઈબ્રિડ મોડલ એટલે કે ભારતની મેચો અન્ય દેશોમાં રમાડવાનો પણ ઈન્કાર કરી દીધો છે. આ તમામ વિવાદ વચ્ચે એવા અહેવાલ સામે આવ્યા છે કે, આ મુદ્દે નિર્ણય લેવા માટે પાકિસ્તાન પાસે માત્ર ત્રણ દિવસનો સમય બચ્યો છે. 29 નવેમ્બરના રોજ પાકિસ્તાનમાં તેની યજમાનીનો નિર્ણય થઈ જશે.