દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે, આજે ધનતેરસના દિવસે સમગ્ર જાંબુઘોડા નગરમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીની ઉજવણીના ભાગરૂપે સરપંચ જીતકુમાર દેસાઈ દ્વારા સમગ્ર નગરને વિશ્રામ ગૃહ ચાર ત્રણ રસ્તાથી લઈને રાવળ ફળિયા સુધી રંગબેરંગી રોશની અને ડેકોરેશનથી ઝળહળા કરાયું છે.

નગરમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રી બાદ ફરી એકવાર રોશનીથી ઝગમગતું જોવા મળ્યું છે. સ્વાતંત્ર્ય પર્વ તેમજ પ્રજાસત્તાક દિન નિમિત્તે પણ સમગ્ર નગરમાં તિરંગા થીમથી ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે નગરને દેશભક્તિના રંગે રંગી દેવામાં આવે છે, હાલ નગર સહિત સમગ્ર તાલુકામાં દિપાવલી પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. તાલુકાના ગામે ગામ તમામ મકાનો ઉપર રોશની કરવામાં આવી છે, ઘરોની બહાર દિવડા પ્રગટાવી રોશની કરાઈ છે. નગરનું પ્રવેશદ્વાર હાલ સેલ્ફી પોઇન્ટ બની ગયું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *