શહેરા સહિત જિલ્લામાં દિવાળીના દિવસે બજારોમાં ઘરાકી જામતા વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકા વાસીઓએ મોંઘવારીને બાજુએ મૂકીને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી..જ્યારે નવા વર્ષને આવકારવા પણ તાલુકાવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા અને નવા વર્ષને આવકારવા શહેરા સહિત જિલ્લાભરમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારીને કોરાણે મુકીને તાલુકાવાસીઓએ મનમુકીને દિવાળીની ખરીદી કરી હતી. તાલુકા મથક ખાતે આવેલા વિવિધ બજારોમાં દિવાળીના દિવસે ભારે ભીડ જોવા મળી હતી. ફ્ટાકડા બજારોમાં પણ છેલ્લે દિવસે ભીડ જોવા મળતા વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. કપડાઓની દુકાન પણ પણ ભીડ જોવા મળી હતી. હાલમા અનનવી લાઈટો સજાવાનો પણ ક્રેઝ ચાલ્યો છે. ગ્રામીણ વિસ્તારોમા દિવાળીના પર્વનો અનોખો નાતો જોડાયેલો છે.
ખાસ કરીને અહી રહેતા આદિવાસી સમાજના લોકો સુરત,રાજકોટ, અમદાવાદ, વડોદરાજેવા મોટા શહેરોમા રોજગારી માટે જતા હોય છે. પણ દિવાળી તો પોતાના વતનમાં જ ઉજવામા આવે છે. ત્યારે એસટી સ્ટેન્ડ પર પણ ભારે ભીડ આ માદરેવતન દિવાળી ઉજવવા આવેલા મુસાફરોની જોવા મળી હતી. દિવાળીના તહેવાર ને લઈને રાત્રીના સમયે બજારો મા ખરીદી માટે ભીડ જોવાઈ હતી. જ્યારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના ભક્તોનો પ્રવાહ દર્શનાથે શરૂ રહેતા મંદિરનું પરિસર હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠયું.સાથે નવા વર્ષને આવકારવામા પણ થનગનાટ જોવા મળી રહ્યો છે. આમ દિવાળીના પર્વને લઈને પંચમહાલ જીલ્લામા અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.