અમદાવાદ,ગુરુવાર,5 સપ્ટેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કામગીરી માટે અલગ
અલગ સોફટવેર તૈયાર કરવા માટે એક ઈનહાઉસ તૈયાર કરવા દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ
વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર કરી છે.દરખાસ્ત મુજબ પ્રોજેકટ મેનેજરને દર મહિને રુપિયા
૩.૬૧ લાખ જેટલી માતબર રકમ ચૂકવાશે.એજન્સીને દર વર્ષે રુપિયા ૩.૪૦ કરોડ ચૂકવવા સાથે પાંચ વર્ષ માટે
કામગીરી આપવામા આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઈ-ગવર્નન્સ વિભાગ કાર્યરત હોવા
છતાં આઈ.ટી.એજન્સી પાસેથી મેનપાવર મંગાવી તંત્રની વિવિધ પ્રકારની કામગીરી માટે
સોફટવેર તૈયાર કરાવવા ઉપરાંત ઈન હાઉસ મેનપાવર પુરો પાડવા માટે મે.માણેક ટેકને
પ્રતિ વર્ષે રુપિયા ૩.૪૦ કરોડ ચૂકવવા સાથે પાંચ વર્ષ માટે કામ સોંપવા નિર્ણય કરાયો
છે.એજન્સી પ્રોજેકટ મેનેજર,
સિસ્ટમ એનાલીસીસ્ટ,જુનિયર
અને સીનીયર પ્રોગ્રામર સહિતનો ૧૮ કર્મચારીનો સ્ટાફ મ્યુનિ.તંત્રને પુરો પાડશે.આ
ઈનહાઉસથી મ્યુનિસિપલ કોર્પોરેશનને શું ફાયદો થશે તે અંગે સત્તાધીશો તરફથી કોઈ નકકર
જવાબ મળી શકયો નથી.