– ફિલ્મ આ ઓક્ટોબરમાં રીલિઝ થવાની હતી
– અક્ષય કુમારે પ્રમાણમાં સલામત તારીખ શોધીઃ સારા અલી અને વીર પહાડિયા સહ કલાકારો
મુંબઇ : અક્ષય કુમારની ‘સ્કાય ફોર્સ’ હવે તા. ૨૪મી જાન્યુઆરીએ રીલિઝ થશે. અક્ષયે તા. ૨૬મીની રજાને તથા આ દિવસોમાં અન્ય કોઈ મોટી ફિલ્મ રીલિઝ નહિ થતી હોવાનું ચેક કરીને તારીખ બદલી છે.
મૂળ આ ફિલ્મ બીજી ઓક્ટોબરના રીલિઝ થવાની હતી. ‘સ્ત્રી ટૂ’ ફિલ્મ સાથે તેનું ટ્રેલર રીલિઝ થવાનું હતું. જોકે, સમયસર ટ્રેલર રીલિઝ નહિ થતાં એ નક્કી થઈ ગયું હતું કે આ ફિલ્મની રીલિઝ લંબાઈ છે. ‘સ્ત્રી’ ફ્રેન્ચાઈઝના નિર્માતાએ જ આ ફિલ્મ બનાવી છે.
ફિલ્મમાં અક્ષય કુમાર સાથે સારા અલી ખાન, વીર પહાડિયા અને નિમ્રત કૌર પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા દેશભક્તિ આધારિત હશે અને તે એક પિરિયડ એક્શન ડ્રામા હશે તેવો દાવો થઈ રહ્યો છે.