– ઐશ્વર્યાને ભારે ઉદાસ જોઈ ચાહકો ખિન્ન
– અભિષક બચ્ચને નવી લીધેલી કારમાં જ ઐશ્વર્યા અને આરાધ્યા આવ્યાં
મુંબઇ : ઐશ્વર્યા રાય લાંબા સમય બાદ બચ્ચન પરિવારનાં નિવાસસ્થાન જલસા બંગલામાં પ્રવેશતી દેખાઈ હતી. લાંબા સમયથી અટકળો ચાલે છે કે ઐશ્વર્યા અને અભિષેક છૂટાછેડા લઈ રહ્યાં છે અને ઐશ્વર્યા જલસા બંગલો છોડી અન્યત્ર રહેવા જતી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, આરાધ્યા શાળાના યુનિફોર્મમાં જ કારમાંથી ઊતરી રહી છ. આ પરથી એવું અનુમાન થઇ રહ્યુ ંછે કે, આરાધ્યા સીધી જ સ્કુલમાંથી જલસામાં આવી છે. જોકે, ઐશ્વર્યા અને આરાધ્યા બંને પાપારાઝીઓને કોઈ પ્રતિભાવ આપ્યા વિના જ બંગલામાં અંદર પ્રવેશ્યાં હતાં.
સંખ્યાબંધ ચાહકોએ નોંધ્યું હતું કે ઐશ્વર્યાનો ચહેરો બહુ જ ઉદાસ હતો. તેના ચહેરા પર ચિરપરિચિત સ્માઈલ જોવા મળ્યું ન હતું. જોકે, ઐશ્વર્યા તાજેતરમાં જ અભિષેકે નવી ખરીદેલી કારમાં આવી હતી. તે પરથી તે અને અભિષેક હજુ પણ છૂટાં પડયાં નથી તેવો અંદાજ ચાહકો લગાવી રહ્યા છે.