Lok Sabha Elections 2024 : કોંગ્રેસે 10 લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ ઉત્તર-પૂર્વ દિલ્હીથી કનૈયા કુમારને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ભાજપના મનોજ તિવારીની સામે ચૂંટણી લડશે. રાજધાનીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ‘I.N.D.I.A.’ ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે, જેમાં કોંગ્રેસ ત્રણ અને આમ આદમી પાર્ટી ચાર બેઠકો પર ચૂંટણી લડશે.
કોંગ્રેસે દિલ્હીના ત્રણ, પંજાબના છ અને ઉત્તર પ્રદેશના એક ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં પ્રયાગરાજ બેઠકથી ઉજ્જવલ રમણ સિંહને ટિકિટ અપાઈ છે. ઉજ્જવલ રમન સિંહ રેવતી રમણ સિંહના દીકરા છે અને સપા છોડીને ચૂંટણી લડવા કોંગ્રેસમાં આવ્યા છે.
કોંગ્રેસે હવે દિલ્હી માટે ઉમેદવાર ઉતાર્યા છે, જેમાં ચાંદની ચોકથી જેપી અગ્રવાલને ટિકિટ અપાઈ છે. તો નોર્થ વેસ્ટ દિલ્હીથી ઉદિત રાજ ચૂંટણી લડશે.