Car Accident in Rajasthan: જસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુરમાં રવિવારે યુપીના મેરઠના એક પરિવારના સાત લોકોને જીવતા ભડથું થયા હતા. રવિવારે એક કારે ટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ તુરંત કારમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આખી કાર અને તેમાં સવાર તમામ લોકો આગના હવાલે થઇ ગયા હતા.

ભીષણ આગના કારણે થોડીવારમાં જ બે માસુમ બાળકો, ત્રણ મહિલાઓ સહિત પરિવારના સાત લોકો જીવતા સળગી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે કોઈ કંઇ ના કરી શક્યું. મળતી માહિતી અનુસાર, પરિવાર સાલાસર બાલાજીના દર્શન કરીને મેરઠ પરત ફરી રહ્યો હતો. તે સમયે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં પતિ-પત્ની, બે પુત્રી, માતા અને કાકી સહિત 7 લોકોનો સમાવેશ થાય છે.

ઓવરટેક કરતા સમયે કાર ટ્રકની નીચે ઘુસી ગઈ હતી

એવું કહેવાય છે કે સાલાસર પુલિયા પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે પૂરપાટ આવતી કાર ટ્રકની નીચે ગુસી ગઈ હતી. ત્યારે ગેસ પાઈપ ફાટવાને કારણે ગેસકેટના સિલિન્ડરમાં તરત જ આગ લાગી હતી અને થોડી જ વારમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલા કપાસના રોલના કારણે આગ વિકરાળ બની હતી. રાહદારીઓએ પણ તેમને બચાવવાનો કર્યો હતો, પરંતુ ગેટ ખુલ્યો ન હતો અને થોડી જ ક્ષણોમાં આગે સાત લોકોના જીવ લીધા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *