બોલિવૂડ એક્ટર અને રિયલ લાઈફ હીરો સોનુ સૂદ પોતાની ફિલ્મો કરતા કોરોના કાળમા લોકોની મદદ કરીને મસીહા બની ગયો છે. ફરી એકવાર સોનૂ સુદ લોકોની મદદે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક    સ્વિગી ડિલિવરી બોયનો શૂઝની ચોરી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગુરુગ્રામમાં ચોરીની આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં આ મુદ્દે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. તે જ સમયે બોલિવૂડ એક્ટર સોનુ સૂદે પણ ડિલિવરી બોયને સપોર્ટ કર્યો હતો, પરંતુ તેને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.

શું છે સમગ્ર ઘટના?

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વિગીના ડિલિવરી બોયએ ગ્રાહકને સામાન પહોંચાડ્યા બાદ દરવાજાની બહાર રાખેલા શૂઝની ચોરી કરી હતી. સ્વિગીએ ફરિયાદ કરતા યુઝરને કહ્યું, “અમે અમારા ડિલિવરી પાર્ટનર્સ પાસેથી વધુ સારી અપેક્ષા રાખીએ છીએ. અમે ડાયરેક્ટ મેસેજ પર વાત કરીએ છીએ જેથી અમે તમને વધુ સારી સહાયતા આપી શકીએ.

સોનુ સૂદે ટ્વિટર પર ટ્વીટ કર્યું કે, “જો કોઈ સ્વિગી ડિલિવરી બોય કોઈના ઘરે ખાવાનું પહોંચાડતી વખતે જૂતાની જોડી ચોરી કરે, તો તેની સામે કોઈ કાર્યવાહી કરશો નહીં. તેના બદલામા ડિલીવરી બોયને એક નવી જોડી જૂતા ખરીદીને આપો. તેને ખરેખર તેની જરૂર પડી શકે છે.”

ઘણા યુઝર્સ ટ્રોલ થયા

આ ટ્વિટ પછી ઘણા યુઝર્સે સોનુ સૂદને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું કે, ગરીબી મજબૂરી હોઈ શકે છે પરંતુ ચોરી કરવી ગુનો છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “જો કોઈ ચેઈન સ્નેચર તમારી સોનાની ચેઈન ચોરી કરે તો તેની સામે કાર્યવાહી ન કરો, પરંતુ પર ઘણા વધુ યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *