– સર્જકો ભારતની મહાન કૃતિને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ બનાવવા તત્પર
મુંબઇ : અતિ અપેક્ષિત પૌરાણિક મહાન કૃતિ રામાયણ દિવસેને દિવસે વૈશ્વિક સ્તર પર વિખ્યાત થઈ રહી છે. એક અહેવાલ મુજબ ઓસ્કર વિજેતા હોલીવૂડ સંગીતકાર હંસ જિમર આ મેગા પ્રોજેક્ટ માટે સંગીત તૈયાર કરવા ઓસ્કર વિજેતા એ આર રહેમાન સાથે સહયોગ કરશે.
હવે બોલીવૂડ વર્તુળોમાં એવી ખબર ફેલાઈ છે કે રામાયણના નિર્માતા નમિત મલ્હોત્રા તેને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ બનાવવા માટે હોલીવૂડના અગ્રણી સ્ટુડિયો વોર્નર બ્રધર્સ સાથે વાટાઘાટ કરી રહ્યા છે. આ સહયોગ જો સફળ થશે તો નમિત મલ્હોત્રા સાત વાર ઓસ્કર વિજેતા વીએફએક્સ કંપની ડીઈએનજીને આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ માટે વિશ્વ સ્તરીય અસર ઉપજાવવા નિયુક્ત કરી શકે છે.રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી સીતાના રૂપમાં નજરે પડશે. નિતેશ તિવારી નિર્દેશીત આ ફિલ્મમાં કેજીએફ હીરો યશ રાવણની ભૂમિકા નિભાવશે. આ પ્રોજેક્ટની શરૂઆતમાં મુંબઈમાં થઈ હતી.
દિગ્દર્શક નિતેશ તિવારીના રામાયણના સેટના અનેક ફોટો વાયરલ પણ થયા છે. આ ફિલ્મનું શૂટીંગ પણ હાલમાં જ શરૂ થઈ ચુક્યું છે.