– દિપિકા-રણવીર વચ્ચે અણબનાવની વાતો ખોટી પડી 

મુંબઇ : સપ્ટેમ્બરમાં જેઓ માતાપિતા બનવાના છે તે રણવીર સિંહ અને દિપિકા પદુકોણ વચ્ચે અણબનાવની વાતો સોશ્યલ મિડિયા પર ચગી હતી. પણ દિપિકાએ ઇન્સ્ટા પર તેની સનબર્ન પીઠનો સરસ ફોટો મુક્યો છે. તેના ચહેરાં પર મારકણું સ્મિત રમી રહ્યું છે. ફોટાની નીચે દિપિકાએ સૂરજ અને દરિયાની લહેરોના ઇમોજી મુક્યા છે. આ ફોટાની નીચે કોમેન્ટ આપતાં રણવીરસિંહે નિસાસો નાંખી ટેક મી બેક સ્લો લાઇફ એવી કોમેન્ટ લખી છે. આમ, આ ઇન્સ્ટા પોસ્ટ પરથી લાગે છે કે તેમની વચ્ચે કોઇ અણબનાવ નથી. બંને જણાં મોજ કરી રહ્યા છે. રણવીરે તેની પોસ્ટમાં પણ સૂરજ અને ગુલાબી હાર્ટના ઇમોજી શેર કર્યા છે. જે દર્શાવે છે કે આ સ્ટાર કપલ હાલ કોઇ દરિયા કિનારે મોજ કરી રહ્યું છે. ફેબુ્રઆરીમાં દિપિકા અને રણવીરે ઇન્સ્ટા પર દિપિકા ગર્ભવતી હોવાની જાહેરાત કરી હતી. એ પછી જામનગરમાંં અબાણી પરિવારના લગ્ન પ્રસંગમાં પણ દિપિકા ઢીલાં વસ્ત્રોમાં વિમાન તરફ જતી હોવાનું જણાયું હતું. ઇન્સ્ટા પર કરવામાં આવેલી જાહેરાત અનુસાર દિપિકા પદુકોણ સપ્ટેમ્બરમાં માતા બનવાની છે. દિપિકા અને રણવીર સિંહે નવેમ્બર ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *