ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક
ડાંગમાં વરસાદથી સૌંદર્ય સોળેકળાએ ખીલ્યું
મનમોહક ગીરાધોધનું પણ રૌદ્ર સ્વરૂપ
ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ છે. જેમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઇ છે. ડાંગમાં વરસાદથી સૌંદર્ય સોળેકળાએ ખીલ્યુ છે. વરસાદના પાણીથી અદ્ભુત નજારો સર્જાયો છે. ડાંગમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ડાંગની નદીઓ બે કાંઠે થઇ છે. ધોધમાર વરસાદને કારણે જિલ્લાની પૂર્ણાં, અંબિકા અને ખાપરી, ગીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે.
મનમોહક ગીરાધોધનું પણ રૌદ્ર સ્વરૂપ
વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલ મનમોહક ગીરાધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ છે. તેમજ અંબિકા નદીના રોદ્ર સ્વરૂપને કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ધોધમાંથી પડતા પાણીથી અદભૂત નજારો સર્જાયો છે. સોળે કળાએ કુદરત ખીલી છે. ગીરાધોધને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. તેમજ જિલ્લાના અનેક કોજવે પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા વહીવટી તંત્રની અપીલ છે. ડાંગના વઘઈ નજીક આવેલ ગીરાધોધે પણ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં આહલાદક નઝારો જોવા મળ્યો છે.
ઝરણાઓ ઘણાં જ વિરરાળ લાગી રહ્યા છે
વરસાદી માહોલને કારણે અહીંના નાળાઓ, કોતરો અને ઝરણાઓ પણ છલોછલ ઉભરાઇને બંને કાંઠે વહેતા જોવા મળ્યા છે. ડાંગમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ડાંગની નદીઓ બે કાંઠે થઇ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાને કારણે હાલ શિવઘાટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના આંકડા પ્રમાણે, આહવામાં સૌથી વધુ 3.72 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લાના મુખ્ય માર્ગો પર આવેલા ઝરણામાં પાણીની આવક વધી ગઇ છે. જેના કારણે ઝરણાઓ ઘણાં જ વિરરાળ લાગી રહ્યા છે.