વરસાદી માહોલમાં જોવા મળ્યા આહ્લાદક દ્રશ્યો
ડુંગરની ચોતરફ કુદરતી ઝરણા વહેતા થયા
વરસાદથી પાતાળ તળાવ પણ થયું ઓવરફ્લો

પાવાગઢનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે,એક તરફ વરસાદી માહોલ તો બીજી તરફ કુદરતી સૌંદર્ય ખીલતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,વહેલી સવારથી વરસાદ વરસતા જંગલ વિસ્તારમાં ધોધ સક્રિય થયા છે.ત્યારે આ નજારો નિહાળવા માટે પ્રવાસીઓ વહેલી સવારથી પાવાગઢ પહોંચીને સેલફીનો આનંદ લઈ રહ્યાં છે.

પર્વત પર આહ્લાદક દ્રશ્યો

પાવાગઢનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.પાવાગઢ પર્વતની ચોતરફ કુદરતી ઝરણાઓ વહી રહ્યાં છે,સાથે સાથે ઠંડકનો માહોલ છવાયો છે.વાદળો જાણે પર્વત સાથે વાતો કરતા જતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે.ભારે વરસાદને પગલે પાવાગઢના સીટી ગેટ પાસે આવેલુ ઐતિહાસિક અને પૌરાણિક પાતાળ તળાવ પણ ઓવરફ્લો થયું છે.પાવાગઢમાં વહેલી સવારથી ઝરમર વરસાદ અને ધુમ્મસ ભર્યુ વાતાવરણ છવાયું છે.

નદીમાં ફસાયો એક યુવક

આ દરમિયાન મેસરી નદીના કોઝવે પરથી પસાર થતો એક યુવક બાઈક લઈને કોઝવે પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બાઈક ચાલક બાઈક સાથે જ નદીના પાણીમાં ફસાઈ ગયો હતો. નદીના કોઝવે પર યુવક ફસાયો હોવાની જાણ થતા સ્થાનિકો મોટી સંખ્યામાં મદદ માટે પહોંચ્યા હતા. યુવકને બાઈક સાથે સ્થાનિક લોકો દ્વારા જીવના જોખમે સમાલત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. જેના કારણે ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

નર્મદા ડેમમાંથી છોડાઈ રહ્યું છે પાણી

સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમના 9ની જગ્યાએ હવે 15 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ગેટમાંથી 1,75,000 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યુ છે.છેલ્લા બે દિવસથી નર્મદા જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સાગબારા અને ડેડીયાપાડામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તિલકવાડાના દેડીયાપાડા, સગબારા તાલુકાની ઘણી નદીમાં પાણીના નવા નીરની આવક થઈ છે નદીઓ ગાંડી તુર બની છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *