Image: Facebook
Rishabh Pant: IPL 2024માં દિલ્હી કેપિટલ્સે બીજી જીત મેળવી છે. રિષભ પંતની કેપ્ટનશિપ વાળી ટીમે શુક્રવારે રમાયેલી IPL મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 11 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યુ. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત આ જીત છતાં વધુ ખુશ નજર આવી રહ્યો નથી. લખનૌ સુપર જાયન્ટ્સને સાત વિકેટ પર 167 રન પર રોક્યા બાદ દિલ્હી કેપિટલ્સે 18.1 ઓવરમાં ચાર વિકેટ પર લક્ષ્ય મેળવી લીધું.
જીત છતાં રિષભ પંત નાખુશ
રિષભ પંતે કહ્યું કે ટીમમાં ઘણા ખેલાડી ઈજાગ્રસ્ત છે પરંતુ તે કોઈ બહાનું બનાવવા માગતા નથી. ‘અમે યોગ્ય પ્લેઈંગ ઈલેવન નક્કી કરવાના નજીક છીએ. અમારી ટીમમાં ઘણા ખેલાડી ઈજાગ્રસ્ત છે પરંતુ અમે તેનું બહાનું બનાવી શકતા નથી. રિષભ પંતે કહ્યું કે તેણે ખેલાડીઓને ચેમ્પિયનની જેમ વિચારવાની સલાહ આપી હતી. દિલ્હી કેપિટલ્સની વર્તમાન IPL સીઝનમાં છ મેચમાં આ બીજી જીત છે.
દિલ્હી કેપિટલ્સને આકરી મહેનતની જરૂર
રિષભ પંતે મેચ બાદ કહ્યું, ‘થોડી રાહત અનુભવાઈ રહી છે. અમે કોઈ પણ સ્થિતિમાં જીતવા ઈચ્છતા હતા. હું ખેલાડીઓ સાથે વાત કરતી વખતે કહેતો હતો કે આપણે ચેમ્પિયનની જેમ વિચારવાની જરૂર છે. આપણે આકરો સંઘર્ષ ચાલુ રાખવાની જરૂર છે. ટીમની બોલિંગ વિશે રિષભ પંતે કહ્યું, એવી ક્ષણ હતી જ્યાં અમે આશા પર ખરા ઉતર્યા નથી, અમુક ખેલાડીઓને તેમની જવાબદારી લેવી પડશે. અમે એક જૂથની જેમ એક સાથે રહીએ છીએ. અમુક બાબતો તમે કાબૂ કરી શકો છો. અમુક બાબતો તમારા નિયંત્રણમાં હોતી નથી’.
મેકગુર્કનું સ્થાન પાક્કું
દિલ્હી કેપિટલ્સ માટે જેક ફ્રેઝર મેકગુર્કે 55 જ્યારે પંતે 41 રનનું યોગદાન આપ્યું. આ પહેલા કુલદીપે ચાર ઓવરમાં 20 રન આપીને 3 મહત્વની વિકેટ લઈને જીતનો પાયો નાખ્યો. રિષભ પંતે કહ્યું, ‘ત્રીજા ક્રમ માટે મેકગુર્કના રૂપમાં લગભગ અમને એક ખેલાડી મળી ગયો છે. આ વિશે વધુ વિચારવામાં આવ્યું નથી પરંતુ આશા છે કે તે આ રીતે રમવાનું ચાલુ રાખશે’.